Posts

Showing posts from 2020

બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી

Image
બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી  ગાયન: ડૉ નિકુંજ ભટ્ટ આભાર: શ્રી જગજીત સિંગ   

ચાલ સખી પાંદડી માં

Image
ચાલ સખી પાંદડી માં  ગાયન: ડૉ નિકુંજ ભટ્ટ રચના: ધ્રુવ ભટ્ટ સ્વરાંકન: ક્ષેમુ દિવેટિયા   

જીવન નો ઉત્સાહ

Image
જીવન નો ઉત્સાહ: ગાયક: ડૉ નિકુંજ ભટ્ટ આભાર: કિશોરકુમાર અને એ ઈર્શાદ   

હે ભોલેનાથ : ભજન

Image
 હે ભોલેનાથ : ભજન  રચના, સ્વરાંકન અને ગાયન : ડૉ નિકુંજ ભટ્ટ 

પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર

Image
પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર ભારત માનવ-સભ્યતાનું પારણું છે. જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ જ સભ્યતા અને સંસ્કૃતિના વાસ્તવિક પ્રેરક બળો સિધ્ધ થયા છે , જે આધારિત છે સતત નિરીક્ષણ , પરીક્ષણ , અસરો , તેના પરિણામો અને તેનો માનવજીવનના વિકાસ તથા પ્રગતિ માટે યોગ્ય વિનિયોગ- ઉપયોગ પર. ભારતીય મનીષીઓનો હજારો વર્ષો પ્રકૃતિ સાથે અંતરંગ સંબંધ રહ્યો છે.જેના કારણે પરંપરાગત ભારતીય વિજ્ઞાન પ્રકૃતિ સાથે એકરૂપ થઈ ને વિકાસ પામ્યુ. વાસ્તુ શબ્દ સંસ્કૃતની " વસ " ધાતુ પરથી આવ્યો છે . ‘ વસ ’ એટલે કે વસવું અને શાસ્ત્ર એટલે વિજ્ઞાન .  આમ વાસ્તુશાસ્ત્ર એટલે વસવાટનું વિજ્ઞાન .   અન્ય મત મુજબ “વાસ્તુ ”  શબ્દ વસ્તુ શબ્દ માંથી નિર્મિત થયેલો છે. વસ્તુ એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે . વસ્તુમાંથી ઉત્પન થયું તે વાસ્તુશાસ્ત્ર .                  સમગ્ર બ્રહ્માંડ પાંચ તત્વો દ્વારા રચાયેલું છે . આ પાંચ તત્વો છે અગ્નિ ,  પૃથ્વી , વાયુ , જળ અને આકાશ આપણું શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે . કોઈ પણ નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનો સમાવેશ થયેલો હોય છે. પાંચ તત્ત્વો ના અસંતુલન થી વિકાર ઉત્પન થાય છે તે જ

સ્વર્ગ નું સરનામું અને જન્નત કા પતા

Image
સ્વર્ગ નું સરનામું અને જન્નત કા પતા:    વિશ્વ ના તમામ લોકો જયારે સુખ માં કે દુઃખ માં, સફળતા કે અસફળતા પ્રાપ્ત કરે ત્યારે અચૂક આકાશ સામે જોઈ ને પોત-પોતાના ઈશ્વર ને યાદ કરે છે. પછી તે ક્રિકેટર એ સેન્ચ્યુરી ફટકારી હોય કે કોઈ વિદ્યાર્થી ને અચાનક અણધાર્યા વધુ માર્ક્સ આવી ગયા હોય. અહી તમામ ધર્મ ના લોકો ના ભગવાન ઉપર આકાશ માં જ રહે છે. પરંતુ ક્યારેય કોઈ ધર્મ ના વ્યક્તિ એ એ જાણવાનો પ્રયાસ કર્યો કે ઉપર આકાશ માં મારા ભગવાન કે મારા અલ્લાહ કે મારા જીસસ કે મારા ગુરુ ગોવિંદ કઈ તરફ કે કઈ દિશા માં રહે છે? તેઓ નું સરનામું શું? આપણા કથાકારો કે ધર્મ ગુરુઓ ને આ પ્રશ્ન પૂછી જોજો, એટલે જવાબ મળશે , તમારે એ સરનામાં ની કોઈ જરૂર નથી. ઉપરવાળો તમારા મૃત્યુ પછી જાતે આવીને તમને લઇ જશે. તમારા કરતા ઉપરવાળા ને તમારી વધુ ચિંતા છે, વગેરે વગેરે. આપણી માન્યતા મુજબ જયારે કોઈ હિંદુ નું મૃત્યુ થાય ત્યારે યમરાજ તેને આવી ને લઇ જાય અને ત્યારબાદ ચિત્રગુપ્ત તેના ચોપડામાં તમારા કર્મો નો હિસાબ જુએ અને તે પ્રમાણે સ્વર્ગ કે નર્ક માં જગ્યા આપે. જયારે કોઈ મુસ્લિમ નું મૃત્યુ થાય ત્યારે અલ્લાહ ના બે ફરિસ્તા મુન્કર અને નકીર કબર માં આવે અ

“પારંપરિક ભોજન અને સ્વાસ્થ્ય”

Image
“પારંપરિક ભોજન અને સ્વાસ્થ્ય”   “ અન્ન એવો ઓડકાર” જેવી કહેવતો જેને પણ લખી હોય તેના રચઈતા ના નામો નથી હોતા પણ આ ‘જંક ફૂડ’ કાળ માં છે તદ્દન શાશ્વત, મનુષ્ય ની ઉત્પતિ થઇ ત્યારે તેના અને તેની આસપાસ વસતા પ્રાણીઓ ના ખોરાક માં કોઈ જ તફાવત ન હતો, ચાર લાખ વર્ષ પહેલા મનુષ્યએ જયારે અગ્નિ ને પોતાના વશ માં કર્યો ત્યારથી પ્રાણીઓ અને મનુષ્ય ના ખોરાક માં તફાવત ની શરુઆત  થઇ. અને એ તફાવત ની રેખા એટલી તો ખેચાણી કે હવે આપણે ખોરાક ના નામે કશુક ભળતું જ ખાઇયે છીએ. ટીવી પર લગભગ બધીજ ચેનલ્સ પર બપોર નો સ્લોટ રસોઈ ને લાગતો જ હોય અને વળી ફક્ત ફૂડ ચેનલ્સ તો ખરીજ, પરંતુ તમામ ચેનલ્સ માં તમારા કામ ની વાનગી કદાચ તમને ક્યારેય જોવા ન મળે. કારણ કે કેટલીક વાનગીઓ ની બનાવટ જોતા જ લાગે કે આને કદાપી ના ખાઈ શકાય. પારંપરિક ખોરાક નો સીધો સંબધ વિજ્ઞાન સાથે છે. કારણ કે જયારે ખોરાક નું પ્રદર્શન ન હતું ત્યારે ખોરાક માં સાદાઈ અને પવિત્રતા હતી. અહી પવિત્રતા નો મતલબ પોષણ અને સ્વચ્છતા છે. દુનિયા માં શુદ્ધ ખોરાક ની ચર્ચા માં આપણા દેશ પછી કદાચ ચીન હોઈ શકે અને ત્યાર પછી આફ્રિકા અને યુરોપ ના દેશો હોઈ શકે. વાચકો માંથી ભાગ્યેજ કોઈ જણાતું હશે

શિક્ષણ અને આત્મસાત [Teaching and Learning]

Image
  શિક્ષણ અને આત્મસાત [Teaching and Learning]: ચાણક્ય ને યાદ કરવા કદાચ ઓલ્ડ ફેશન ગણાશે, પરંતુ યાદ કરવા જ રહ્યા !! જો આપણે શિક્ષણ ની વાત કરીએ તો !!!  મનુષ્યો ની ભરમાર માં શિક્ષણ એ તમારું અસ્ત્ર અને શસ્ત્ર છે એવું મહાત્મા ગાંધી ના આંદોલન અનુયાયી એવા નેલ્સન મંડેલા નું પણ કહેવું છે, આજ વાત  માહાત્મય ચાણક્યએ ઇસુ ના ૩૫૦ વર્ષ પહેલા સાબિત કરી બતાવ્યું. સમાન્ય રીતે જયારે શિક્ષણ ની વાત આવે ત્યારે આપણી પાસે બહુજ બધા સંદર્ભો આપવા માટે હોય છે, કેમ કે   સુજ્ઞ વાચકો સંદર્ભ વિના ના લેખો ને પચાવી શકતા નથી. કારણ કે સંદર્ભ વગર નું લખાણ લેખક નાં વાંચન ઉપર પ્રશ્નાર્થ છે. જો કે એ  વાત પણ કઇક અંશે સાચી છે. કારણ કે વાંચન એ આત્મસાત [ લર્નિંગ ] માટે નું પ્રાથમિક આચરણ છે. શિક્ષણ જગત માં રાચનારા તમામ વ્યવસાયી ઓ માટે આ લેખ નું મથાળું જરાય અજાણ્યું નથી. ભારતીય શિક્ષણ વ્યવસ્થા ની વાત કરવી મુશકેલ નહિ અતિ મુશ્કેલ છે. આપણા સમજે આત્મસાત શબ્દ નો અર્થ ગોખણપટ્ટી કર્યો છે. આવી જ રીતે તમામ શબ્દો ના અર્થો આપણે જુદા જ સમજ્યા છીએ જેમ કે શીખવવું એટલે ચોપડી માં રહેલા શબ્દો ના અર્થ કહેવા, પ્રયોગ એટલે વર્ગ ની પ્રકિયા પયોગશાળા મા

ત્યાગી (સંતો) નું જાહેર જીવન

Image
  ત્યાગી નું જાહેર જીવન: સંતો ના બે પ્રકાર છે. એક, જેને સંસાર માંથી મોહ છૂટી ગયો છે તે અને બીજા, જે સંસાર માં રહી ને ત્યાગી જીવન જીવે છે તે. મારા માટે બીજા પ્રકાર ના ત્યાગીઓ વધુ અસરકારક છે કારણ કે જીવન ના પળે પળ તેમની સાદગી ની પરીક્ષા થતી રહે છે. સંસાર અને પરિવાર ની વચ્ચે રહી ને, તમામ જવાબદારીઓ નિભાવી ને જે ત્યાગી નું જીવન જીવી શકે તેના થી મોટો કોઈ સંત હોઈ જ ના શકે. એક વખત જયારે વ્યક્તિ પોતાની ઈચ્છા થી જ પોતાના પરિવાર નું સર્જન કરે છે અને અધવચ્ચે અચાનક એને સંસારિક મોહ છૂટી જાય એ વાત ક્યારેય સ્વીકારી ના શકાય. અને જો આવું બને તો એના ત્રણ જ કારણો હોઈ શકે એક પરિવાર માં આપસી પ્રેમ નો અભાવ, બીજું સમજણ નો અભાવ, અને ત્રીજું જવાબદારીઓ નિભાવવા માટે અસમર્થ.  આ ત્રણ કારણોસર જે વ્યક્તિ સંસાર છોડે છે તેને સાધુ અથવા સંત કઈ રીતે કહી શકાય? તેને ભાગેડુ કહેવો વધારે યોગ્ય છે. કેમ કે જે વ્યક્તિ પોતાના નાના પરિવાર નું કલ્યાણ નથી કરી શકતો તેના થી સમાજ શું અપેક્ષા રાખે. વૈરાગ્ય નો ઉદભવ જો સમાજ ના દુ:ખ વડે થાય તો જ સાચો ત્યાગી, નહીતર ભાગી છૂટવાની ભાવના થી વધુ કઈ જ નહિ. અહી હું એવા કોઈ જ મહાપુરુષો ના ઉદાહરણ આ

સ્વચ્છતા અભિયાન

Image
  સ્વચ્છતા  અભિયાન: અભિયાન નો મતલબ ક્યારેક તેને પૂર્ણ કરવાનું છે . પરંતુ જયારે સ્વચ્છતા અભિયાન ની વાત કરવા ની હોય ત્યારે તેને અભિયાન શબ્દ સાથે સાંકળવા કરતા સાતત્ય સાથે સાંકળવું વધારે અર્થ પૂર્ણ રહે છે . સ્વચ્છતા શબ્દ કાને   પડતા ની સાથે જ આપણી નજર સામે ચમકતું ઘર , આંગણું આવી જાય છે . વાત પણ સાચી છે . સામાન્ય માણસ કે પરિવાર જયારે સ્વચ્છતા નું વિચારે ત્યારે સામાન્ય ચોખ્ખાઈ ની વાત જ આવે . ભારત માં ભાગ્યેજ કોઈ આવું ઘર હશે જેમાં ચોખ્ખાઈ ના હોય . પરંતુ દરેક સોસાયટી કે મહોલ્લા ના પ્રવેશ દ્વારે જ નગરપાલિકા ની કચરા પેટી મુકેલી હોય જ . જેમાં સફાઈ કામદાર તમામ મહોલ્લા ના કચરા ને એકઠો કરે અને ખાસ વાહન દ્વારા લઇ જવામાં આવે પરંતુ આપણા સફાઈ કર્મચારીઓ તેને સળગાવે , શું કામ ? તેનો પ્રત્યુત્તર કોઈ પાસે છે ?..  નથી . તમામ બંધુ ઓ   આ વાત થી સહમત હશો જ . અને આજ વાત આપણી માનસિકતા દર્શાવે છે કે મારા ઘર માંથી કચરો બહાર ગયો હવે તમારે એનું જે કરવું હોય તે કરો . એકદમ ખરી વાત , આ જે કરવું હોય તે કરવા ની જવાબદારી સરકાર ની જ છે . આ લેખ જેમ જેમ આગળ વાંચતા જશો તેમ તમને ખાતરી થઇ જશે કે આપણે સ્વચ્છતા કરવાને બદલે ગંદકી

સ્ત્રી સશક્તિકરણ:

Image
રસોડા માં ગરમી માં શેકાતી અને પરસેવે ભીંજાતી પોતાની સ્ત્રી માં જીવનરસ અને ઉન્માદ ન શોધી શકનારા પુરુષો કાલ્પનિક સ્ક્રીન ઉપર એક પરિમાણ માં જોવા મળતી સુંદરતા ના ઝાંઝવાં પાછળ દોડતા હાંફી જાય છે....... ચૌદ વરસની ચારણ કન્યા ચૂંદડીયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘૂમંતી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આગ ઝરંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદમ્બા શી ચારણ કન્યા ડાંગ ઊઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા હિંદુ ધર્મ ના મૂળ માંજ પ્રજોત્પતિ ના સંકેત શિવ ની આરાધના એ તંદુરસ્ત બીજ ધરાવતા સશક્ત પુરુષ ની ખેવના કરાવી જ છે   આઝાદી પહેલા લખાયેલી અને મેઘાણીરસ ટપકતી આ શોર્ય કવિતા “ સ્ત્રી શક્તિ અને સોંદર્ય” નું અદભૂત વર્ણન, વાચકો જરૂર કહેશે અમે તો આ કવિતા અનેક વખત વાંચી વખાણી