સ્વર્ગ નું સરનામું અને જન્નત કા પતા
સ્વર્ગ નું સરનામું અને જન્નત કા પતા:
વિશ્વ ના તમામ લોકો જયારે સુખ માં
કે દુઃખ માં, સફળતા કે અસફળતા પ્રાપ્ત કરે ત્યારે અચૂક આકાશ સામે જોઈ ને
પોત-પોતાના ઈશ્વર ને યાદ કરે છે. પછી તે ક્રિકેટર એ સેન્ચ્યુરી ફટકારી હોય કે કોઈ
વિદ્યાર્થી ને અચાનક અણધાર્યા વધુ માર્ક્સ આવી ગયા હોય. અહી તમામ ધર્મ ના લોકો ના
ભગવાન ઉપર આકાશ માં જ રહે છે. પરંતુ ક્યારેય કોઈ ધર્મ ના વ્યક્તિ એ એ જાણવાનો
પ્રયાસ કર્યો કે ઉપર આકાશ માં મારા ભગવાન કે મારા અલ્લાહ કે મારા જીસસ કે મારા
ગુરુ ગોવિંદ કઈ તરફ કે કઈ દિશા માં રહે છે? તેઓ નું સરનામું શું? આપણા કથાકારો કે
ધર્મ ગુરુઓ ને આ પ્રશ્ન પૂછી જોજો, એટલે જવાબ મળશે, તમારે એ સરનામાં ની કોઈ જરૂર નથી.
ઉપરવાળો તમારા મૃત્યુ પછી જાતે આવીને તમને લઇ જશે. તમારા કરતા ઉપરવાળા ને તમારી
વધુ ચિંતા છે, વગેરે વગેરે. આપણી માન્યતા મુજબ જયારે કોઈ હિંદુ નું મૃત્યુ થાય
ત્યારે યમરાજ તેને આવી ને લઇ જાય અને ત્યારબાદ ચિત્રગુપ્ત તેના ચોપડામાં તમારા
કર્મો નો હિસાબ જુએ અને તે પ્રમાણે સ્વર્ગ કે નર્ક માં જગ્યા આપે. જયારે કોઈ
મુસ્લિમ નું મૃત્યુ થાય ત્યારે અલ્લાહ ના બે ફરિસ્તા મુન્કર અને નકીર કબર માં આવે
અને મૃતક ની આત્મા ને ત્રણ પ્રશ્નો પૂછે. તારો ખુદા કોણ છે? તારો પયગંબર કોણ છે?
અને તારો ધર્મ કયો છે? ત્રણેય ના સાચા જવાબ આપનાર ને જન્નત માં સ્થાન મળે જયારે
ખોટા જવાબ આપનાર ને પીડા દાયક આકરી સજા ફરમવવા માં આવે છે, જ્યાં સુધી અલ્લાહ માફ ના કરે.
અને આ બધી પ્રક્રિયા ફક્ત એને જ દેખાય જે આ ધર્મ નો રખેવાળ હોય. બહોત ખુબ!!
ધર્મ ગમે તે હોય, પરંતુ તેઓ ના
ધર્મ ગુરુઓ નો અધકચરા લોકો ને સ્વર્ગ-નર્ક કે જન્નત-જહન્નુમ ની જંજાળ માં ફસાવી
અનુયાયી ઓ ની સંખ્યા માં વધારો કરવા સિવાય કોઈ જ આશય હોતો નથી. ખૈર આ તો વાત થઇ
સમજણ ની, જે લોકો સમજ્યા છે તે. પરંતુ આપ સૌ શું વિચારો છો ? સ્વર્ગ કે
જન્નત વિશે? મને પૂરી ખાતરી છે. તમામ લોકો એક જ વાત કહેશે મૃત્યુ પછી કોણ જોવા
ગયું છે? અને પાછા એ પણ કહેશો કે સાહેબ સ્વર્ગ નર્ક બધું અહીજ છે.; તો પછી મંદિરો માં ભીડ શેની છે?.. એની
જ !! સ્વર્ગ ની ટીકીટ ની લાઈનો .... જનતા ને મંદિર સુધી ખેચી લાવવાની તરકીબ જેથી
સાધુ સંતો નું ભેટ સોગાદો થી જીવન નિર્વાહ ચાલે..તો એમાં ખોટું પણ શું છે? કારણ કે
મંદિર જનારા તમામ પાપ નામ ની પ્રક્રિયા માંથી પસાર થતા હોય છે, તો પુજારીઓ ને પણ
પુરતો અધિકાર છે તેમાંથી થોડો ભાગ પડાવવાનો. અરે ભાઈઓ અને સન્નારીઓ આ લેખક પણ મંદિરે જાય છે. પરંતુ
તેની ક્રિયા થોડી અલગ છે. એ છે શિવ ની સ્થાપના નું સાનિધ્ય તથા સનાતન શિવ તથા
પરમોગુરું ની શરણ. લોકો ને મનુષ્ય ગુરુ ની આવશ્યકતા ત્યારે પડે જયારે તેઓ જાતે
સનાતન તત્વ ની સમીપ ના જઈ શકતા હોય અથવા પામી ના શકતા હોય. બીજું, ગુરુ ના બીજા
શિષ્યો સાથે ની મુલાકાત જેથી પોતાના વ્યવસાય માં સફળતા મળે. બીજા પ્રકાર ના લોકો
ને સ્વર્ગ નર્ક કે પછી જન્નત-જહન્નુમ વિષે ભલી ભાંતિ જાણતા હોય છે. એટલે કે “ આપ
મુઆ પછી ડૂબ ગયી દુનિયા” પરંતુ જેને પરમ
સત્યે જવા ગુરુ ની જરૂર છે. તેવા લોકો બરાબર ના લપેટાય છે. અને સ્વર્ગ અને જન્નત
નું સરનામું શોધતા મંદિરે-મંદિરે અને આશ્રમે- આશ્રમે ભટકતા જોવા મળે છે...
અંતે: બીજ નો ચંદ્ર , ધર્માંતરણ કરી ઈદ ની રાત્રે ઈદ કા ચાંદ
બને છે.......
ડૉ નિકુંજ ભટ્ટ
9825293238
Comments