જૈવવૈવિધ્ય દિવસ: World Biodiversity Day 22nd May
જૈવવૈવિધ્ય દિવસ: જાગૃતતા એ માનવી ની સુષુપ્ત અવસ્થા નું પ્રમાણપત્ર છે. જૈવવૈવિધ્ય દિવસ ની ઉજવણી મનુષ્ય ને જાગૃત કરવા માટે છે કે, સજીવો ના જુદા જુદા પ્રકાર કેમ પૃથ્વી માટે જરૂરી છે? આમ તો છેવેટે આપણા અસ્તિત્વ માટે કેમ જરૂરી છે? કારણ કે આપણે સૌ ને સમજાઈ ગયું છે કે કલાઇમેટ ચેન્જ એ અંતે મનુષ્ય ને જ નુકશાન કારક છે. જે આપણને નુકશાન થયા પછી સમજાયું ખરું. દરેક સજીવ નું પૃથ્વી પર એક આગવું મહત્વ છે. પરંતુ, અત્યાર ના સંજોગો માં જો માનવી લુપ્ત થઇ જાય તો સમગ્ર સજીવ સૃષ્ટિ નું કલ્યાણ થઇ જાય. કેમ કે જો પૃથ્વી પર કીડી, મંકોડા, કે અન્ય કીટકો ના હોય તો આખી ફૂડ ચેઈન ની વ્યવસ્થા ખોરવાઈ જાય. પણ માનવી ના લુપ્ત થવાથી કોઈ ઝાઝો ફરક પડતો નથી. એક બાબત માનવી ની સરાહનીય છે કે અજ્ઞાનતા માં જે ભૂલો થઇ છે તેને સુધારી લેવાનો પ્રયત્ન આપણે સૌ એ ચોક્કસ કર્યો છે. પરંતુ માનવી ના દંભ નો પણ કોઈ જવાબ નથી. દંભી ઓ ના લીસ્ટ માં હું અને તમે બધા આવી ગયા. વિવિધ દિવસો ની ઉજવણી દ્વારા વિશ્વ ના તારણહાર નું બિરુદ જાતેજ ઠોકી બેસાડ્યું. આ બધામાં માં એક ઓર દિવસ એટલે કે જૈવવૈવિધ્ય દિવસ ૨૨મી મે, બાકીના બધા જૈવવૈવિધ્ય વિનાશ દિવસ ? મા...