જૈવવૈવિધ્ય દિવસ: World Biodiversity Day 22nd May

 

જૈવવૈવિધ્ય દિવસ:

જાગૃતતા એ માનવી ની સુષુપ્ત અવસ્થા નું પ્રમાણપત્ર છે. જૈવવૈવિધ્ય દિવસ ની ઉજવણી મનુષ્ય ને જાગૃત કરવા માટે છે કે, સજીવો ના જુદા જુદા પ્રકાર કેમ પૃથ્વી માટે જરૂરી છે? આમ તો છેવેટે આપણા અસ્તિત્વ માટે કેમ જરૂરી છે? કારણ કે આપણે સૌ ને સમજાઈ ગયું છે કે કલાઇમેટ ચેન્જ એ અંતે મનુષ્ય ને જ નુકશાન કારક છે. જે આપણને નુકશાન થયા પછી સમજાયું ખરું. દરેક સજીવ નું પૃથ્વી પર એક આગવું મહત્વ છે. પરંતુ, અત્યાર ના સંજોગો માં જો માનવી લુપ્ત થઇ જાય તો સમગ્ર સજીવ સૃષ્ટિ નું કલ્યાણ થઇ જાય. કેમ કે જો પૃથ્વી પર કીડી, મંકોડા, કે અન્ય કીટકો ના હોય તો આખી ફૂડ ચેઈન ની વ્યવસ્થા ખોરવાઈ જાય. પણ માનવી ના લુપ્ત થવાથી કોઈ ઝાઝો ફરક પડતો નથી. એક બાબત માનવી ની સરાહનીય છે કે અજ્ઞાનતા માં જે ભૂલો થઇ છે તેને સુધારી લેવાનો પ્રયત્ન આપણે સૌ એ ચોક્કસ કર્યો છે. પરંતુ માનવી ના દંભ નો પણ કોઈ જવાબ નથી. દંભી ઓ ના લીસ્ટ માં હું અને તમે બધા આવી ગયા. વિવિધ દિવસો ની ઉજવણી દ્વારા વિશ્વ ના તારણહાર નું બિરુદ જાતેજ ઠોકી બેસાડ્યું. આ બધામાં માં એક ઓર દિવસ એટલે કે જૈવવૈવિધ્ય દિવસ ૨૨મી મે, બાકીના બધા જૈવવૈવિધ્ય વિનાશ દિવસ? મારી લાંબી કારકિર્દી દરમ્યાન અનેક વખત મેં જાતે અનુભવ્યું છે કે, પર્યાવરણ જાળવણી ની કોન્ફરન્સ માં પ્લાસ્ટિક ના ગ્લાસ, થર્મોકોલ ની થાળીઓ ને આમ તેમ ઉડતી હોય. તમે પણ જોયું હશે. મહાત્મા ગાંધી ની વાતો, પર્યાવરણ ની વાતો, જૈવવૈવિધ્ય ની વાતો, બધાના વડા બનાવી ને ખાઈ ગયા. પછી પૂરું.

વિશ્વ ઉપર ૭૨ લાખ થી પણ વધારે પ્રાણી ની જાતિઓ આવેલી છે અને લગભગ એટલીજ વનસ્પતિ ની. જેમાં આપણા ખેતીલાયક ધાન્ય અને અન્ય બાગાયત પણ આવી ગયા. ભારત માં ફક્ત ઘઉં નું ઉત્પાદન લગભગ ૧૦૦ MMT જેટલું થાય છે. અને તેનો સાચો વપરાશ ફક્ત ૫૦ ટકા..આ ૫૦ ટકા માંથી ત્રીસ ટકા બગાડ કરવા માટે. આવા આંકડાઓ આપવા પાછળ નો આશય માત્ર એટલો કે વધુ ઉત્પાદન કરવા પાછળ નો ઉદેશ્ય માત્ર ખેત પેદાશ ની નિકાસ અને વેપાર, તે પણ જંગલો ના ભોગે. આ અંગે નું બહુ ચર્ચિત ઉદાહરણ એટલે ઇન્ડોનેશિયા માં પામ ની ખેતી અને ઉરાંગઉટાન ના અસ્તિત્વ નો પ્રશ્ન. ભારત માં ટાઇગર પ્રોજેક્ટ એ દુનિયા ના સૌ થી સફળ કાર્યક્રમ માં નો એક છે. જો કે સિંહ ના કાર્યક્રમ માં હજુ ગોથા ખાઈએ છીએ. પરંતુ ગીર નો વિસ્તાર એટલો નાનો છે કે ૧૦૦ સિંહ માંડ રહી શકે ત્યાં ૩૦૦ સિંહ ઉછરી રહ્યા છે. જો એક મોટા માંસભક્ષી સસ્તન ને રક્ષણ મળે તો એને લગતા તમામ જૈવિક પીરામીડ સચવાઈ જાય.

વિશ્વ ની વાત કરીએ તો જગત જમાદાર અમેરિકા દરેક બાબત માં દૂરદર્શી દાખવનારો દેશ, પણ ફક્ત પોતાના નાગરીકો પુરતો. અમેરિકાએ તો હદ વટાવી દીધી જૈવિક વિવિધા નો દાત વાળવામાં. જો તમે Stuart little ફિલ્મ જોઈ હશે તો તેમાં એક સીન છે, જેમાં કચરો ભરેલું જહાજ દરિયા માં જઈ રહ્યું છે. તે USA  ની વાસ્તવિકતા છે. આવા અસંખ્ય જહાજો દરિયા માં ઠાલવ્યા છે. પરંતુ તેમની ગણતરી ઉંધી પડી, કારણ કે તેમણે દરિયાઈ વમળો નો અભ્યાસ નહોતો કર્યો. પેકિફિક મહાસાગર માં આવો કચરો વિખેરી જવાની જગ્યાએ એક તરતા ટાપુ માં ફેરવાઈ ગયો જેનું નામ છે ગ્રેટ પેસિફિક ગાર્બેજ જેનું આજે ક્ષેત્રફળ 1.6 million ચો.કી.મી. છે,એટલેકે અલાસ્કા જેટલો મોટો. 

 

આ કચરાની જૈવિક વિવિધા ઉપર જે અસર થાય છે જે આપેલ કેટલાક કેટલાક ફોટોગ્રાફ્સ માં આપ જોઈ શકો છો.  બીજું ઉદાહરણ બીકીની એટોલ, આ એક કોરલ રીફ છે પેસિફિક મહાસાગર માં ઓસ્ટ્રેલિયા ની ઉત્તરપૂર્વ અને અમેરિકા ની દક્ષીણ પશ્ચિમે આવેલો ટાપુઓનો સમૂહ, ૧૯૪૫ થી ૧૯૫૮ દરમ્યાન અમેરિકા એ લગભગ ૨૩ જેટલા નુક્લિઅર ટેસ્ટસ આ રીફ ઉપર કર્યા. અને કોરલ રીફ નો દાટ વળી દીધો. અને પછી તેને નધણીયાતો છોડી દીધો.. આ છોડી દીધો એટલી કુદરત ઉપર મેહરબાની કરી, આજે આ વાત ને ૫ થી પણ વધુ દશકા વહી ગયા, પરંતુ અત્યારે ત્યાં જેવી પહેલા હતી તેવી જ કોરલ વસાહત લગભગ ઉછરી ગયી છે. જાણે કશું બન્યું જ નથી. આ બાબત સમગ્ર મનુષ્ય જાતી ને એક સંદેશ છે, તેના તરફ દુર્લક્ષ નું  કારણ તેની સમૃદ્ધિ છે. આજે તે વિશ્વ ધરોહર માં સામેલ છે.

   અંતે:

તમારે કુદરત ની સેવા કરાવી છે? ............ તો તેને નડવા નું બંધ કરો.



ડૉ નિકુંજ ભટ્ટ,

૯૮૨૫૨૯૩૨૩૮ drnikunjbhatt@gmail.com

Zoology (zoologyexperiments.com)

www.zoologyexperiments.com

NME-ICT - YouTube

Dr.Nikunj Bhatt - YouTube






Comments

Popular posts from this blog

Profile. Dr. Nikunj Bhanuprasad Bhatt

ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ

Why Are People Unhappy?