શિક્ષણ ક્ષેત્રે નીતિ ની આવશ્યકતા : ભાગ 1 વિદ્યાર્થીઓનું વ્યવસ્થાપન [Students' Management]
શિક્ષણ ક્ષેત્રે નીતિ ની આવશ્યકતા : ત્રેતા અને દ્વાપર યુગ ની વાતો સૌને ગમે છે. કારણ કે રામાયણ તથા મહાભારત માં દરેક પ્રસંગે નીતિ ની વાતો હોય, રામાયણ માં જોવા મળતા અધર્મ માં પણ ક્યાંક નીતિ નો પડછાયો જોવા મળે છે , પરંતુ મહાભારત માં અધિકૃત રીતે અનીતિ જોવા મળે છે, તેથી જ્યારે પણ આપણે સગવડ અનુસાર આપણી નૈતિકતા માં ફેરફાર કરીએ છીએ ત્યારે ઉપરોક્ત મહાકાવ્યો ના ઉદાહરણ હેઠળ છટકી શકીયે છીએ.જેને કળયુગમાં વ્યવહારુ જ્ઞાન કહેવાય.અત્યારે કુટુંબ, સમાજ, સંસ્થા, સરકાર વગેરે ની પોતાની નીતિ હોય છે. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે “ અમારા ઘરમાં તો આમ જ થાય તેમજ થાય” વગેરે. જો એક કુટુંબ માં યોજનાબદ્ધ જીવન હોય તો એક સંસ્થામાં કે સરકારમાં નીતિ નું આયોજન અતિ આવશ્યક છે. કેન્દ્ર સરકાર દ્વારા શાળા અને ઉચ્ચ શિક્ષણ નીતિનું આયોજન હંમેશા થતું રહે છે. હાલમાં પણ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી, બેશક કહેવા પૂરતી. પરંતુ આજના લેખ માં તેની ચર્ચા નહિ કરીયે. જેમ બજેટમાં ફાળવાતો રૂપિયો છેવાડા ના વ્યક્તિ સુધી નથી પહોંચતો તેમ, શિક્ષણ ની નીતિ નો અમલ પણ તમામ વિદ્યાર્થી સુધી નથી પહોંચતો. આજે હું કોઈ બાબત ની ટીકા નથી કરવાનો કે, કો