સ્વચ્છતા અભિયાન
સ્વચ્છતા અભિયાન: અભિયાન નો મતલબ ક્યારેક તેને પૂર્ણ કરવાનું છે . પરંતુ જયારે સ્વચ્છતા અભિયાન ની વાત કરવા ની હોય ત્યારે તેને અભિયાન શબ્દ સાથે સાંકળવા કરતા સાતત્ય સાથે સાંકળવું વધારે અર્થ પૂર્ણ રહે છે . સ્વચ્છતા શબ્દ કાને પડતા ની સાથે જ આપણી નજર સામે ચમકતું ઘર , આંગણું આવી જાય છે . વાત પણ સાચી છે . સામાન્ય માણસ કે પરિવાર જયારે સ્વચ્છતા નું વિચારે ત્યારે સામાન્ય ચોખ્ખાઈ ની વાત જ આવે . ભારત માં ભાગ્યેજ કોઈ આવું ઘર હશે જેમાં ચોખ્ખાઈ ના હોય . પરંતુ દરેક સોસાયટી કે મહોલ્લા ના પ્રવેશ દ્વારે જ નગરપાલિકા ની કચરા પેટી મુકેલી હોય જ . જેમાં સફાઈ કામદાર તમામ મહોલ્લા ના કચરા ને એકઠો કરે અને ખાસ વાહન દ્વારા લઇ જવામાં આવે પરંતુ આપણા સફાઈ કર્મચારીઓ તેને સળગાવે , શું કામ ? તેનો પ્રત્યુત્તર કોઈ પાસે છે ?.. નથી . તમામ બંધુ ઓ આ વાત થી સહમત હશો જ . અને આજ વાત આપણી માનસિકતા દર્શાવે છે કે મારા ઘર માંથી કચરો બહાર ગયો હવે તમારે એનું જે કરવું હોય તે કરો . એકદમ ખરી વાત , આ જે કરવું હોય તે કરવા ની જવાબદારી સરકાર ની જ છે . આ લેખ જેમ જેમ આગળ વાંચતા જશો તેમ તમને ખાતરી થઇ જશે કે આપણે સ્વચ્છતા કરવાને બદલે ગંદકી