“પારંપરિક ભોજન અને સ્વાસ્થ્ય”
“પારંપરિક ભોજન અને સ્વાસ્થ્ય” “ અન્ન એવો ઓડકાર” જેવી કહેવતો જેને પણ લખી હોય તેના રચઈતા ના નામો નથી હોતા પણ આ ‘જંક ફૂડ’ કાળ માં છે તદ્દન શાશ્વત, મનુષ્ય ની ઉત્પતિ થઇ ત્યારે તેના અને તેની આસપાસ વસતા પ્રાણીઓ ના ખોરાક માં કોઈ જ તફાવત ન હતો, ચાર લાખ વર્ષ પહેલા મનુષ્યએ જયારે અગ્નિ ને પોતાના વશ માં કર્યો ત્યારથી પ્રાણીઓ અને મનુષ્ય ના ખોરાક માં તફાવત ની શરુઆત થઇ. અને એ તફાવત ની રેખા એટલી તો ખેચાણી કે હવે આપણે ખોરાક ના નામે કશુક ભળતું જ ખાઇયે છીએ. ટીવી પર લગભગ બધીજ ચેનલ્સ પર બપોર નો સ્લોટ રસોઈ ને લાગતો જ હોય અને વળી ફક્ત ફૂડ ચેનલ્સ તો ખરીજ, પરંતુ તમામ ચેનલ્સ માં તમારા કામ ની વાનગી કદાચ તમને ક્યારેય જોવા ન મળે. કારણ કે કેટલીક વાનગીઓ ની બનાવટ જોતા જ લાગે કે આને કદાપી ના ખાઈ શકાય. પારંપરિક ખોરાક નો સીધો સંબધ વિજ્ઞાન સાથે છે. કારણ કે જયારે ખોરાક નું પ્રદર્શન ન હતું ત્યારે ખોરાક માં સાદાઈ અને પવિત્રતા હતી. અહી પવિત્રતા નો મતલબ પોષણ અને સ્વચ્છતા છે. દુનિયા માં શુદ્ધ ખોરાક ની ચર્ચા માં આપણા દેશ પછી કદાચ ચીન હોઈ શકે અને ત્યાર પછી આફ્રિકા અને યુરોપ ના દેશો હોઈ શકે. વાચકો માંથી ભાગ્યેજ કોઈ જ...