Posts

Showing posts from November 8, 2020

ત્યાગી (સંતો) નું જાહેર જીવન

Image
  ત્યાગી નું જાહેર જીવન: સંતો ના બે પ્રકાર છે. એક, જેને સંસાર માંથી મોહ છૂટી ગયો છે તે અને બીજા, જે સંસાર માં રહી ને ત્યાગી જીવન જીવે છે તે. મારા માટે બીજા પ્રકાર ના ત્યાગીઓ વધુ અસરકારક છે કારણ કે જીવન ના પળે પળ તેમની સાદગી ની પરીક્ષા થતી રહે છે. સંસાર અને પરિવાર ની વચ્ચે રહી ને, તમામ જવાબદારીઓ નિભાવી ને જે ત્યાગી નું જીવન જીવી શકે તેના થી મોટો કોઈ સંત હોઈ જ ના શકે. એક વખત જયારે વ્યક્તિ પોતાની ઈચ્છા થી જ પોતાના પરિવાર નું સર્જન કરે છે અને અધવચ્ચે અચાનક એને સંસારિક મોહ છૂટી જાય એ વાત ક્યારેય સ્વીકારી ના શકાય. અને જો આવું બને તો એના ત્રણ જ કારણો હોઈ શકે એક પરિવાર માં આપસી પ્રેમ નો અભાવ, બીજું સમજણ નો અભાવ, અને ત્રીજું જવાબદારીઓ નિભાવવા માટે અસમર્થ.  આ ત્રણ કારણોસર જે વ્યક્તિ સંસાર છોડે છે તેને સાધુ અથવા સંત કઈ રીતે કહી શકાય? તેને ભાગેડુ કહેવો વધારે યોગ્ય છે. કેમ કે જે વ્યક્તિ પોતાના નાના પરિવાર નું કલ્યાણ નથી કરી શકતો તેના થી સમાજ શું અપેક્ષા રાખે. વૈરાગ્ય નો ઉદભવ જો સમાજ ના દુ:ખ વડે થાય તો જ સાચો ત્યાગી, નહીતર ભાગી છૂટવાની ભાવના થી વધુ કઈ જ નહિ. અહી હું એવા કોઈ જ મહાપુરુષો ના ઉદાહરણ આ