Posts

Showing posts from May 2, 2021

mRNA વેક્સીન એટલે શું ?

Image
  mRNA વેક્સીન એટલે શું ? હાલ ના સંજોગો માં આમ તો હવે તમામ લોકો લગભગ બધાજ પ્રકાર ની સારવાર કરી શકે તેમ છે, એટલું જ્ઞાન એક યા બીજા માધ્યમ થી પ્રસરી ગયું છે. અને હવે બધાને એટલી તો ખબર પડી ગયી છે કે, બને એટલી વધારે તકેદારી રાખવી, પછી હરી ઈચ્છા. અત્યારે તો માસ્ક, શારીરિક અંતર અને વેક્સીન છેલ્લો ઉપાય બધાના મન માં વસી ગયો છે. વેક્સીન વિશે આમતો આપણે બધા જાણીએ જ છીએ અને ૧૯૮૦ પહેલા જન્મેલા ના ડાબા હાથ ઉપર બે અથવા એક મોટું ચકામું તો હશેજ. એ ચકામું એટલે શીતળા ની રસી. જો કે એ ચકામું એટલા માટે પડતું કે રસી આપવા માટે વપરાતી સોય ફ્રુટ ખાવા ના કાંટા જેવી હતી. પછી તો ધીમે ધીમે લગભગ તમામ વાયરસ અને બેક્ટેરિયા ની રસી શોધાતી ગઈ અને માનવ પોતાની કૃત્રિમ રોગપ્રતિકારક શક્તિ ને વિકસાવી આયુષ્ય અને શરીર બંનેને વધારતો ગયો. રોગપ્રતિકારકતા એટલે આપણા શરીર માં બનતા પાંચ જુદા જુદા પ્રકાર ના એન્ટીબોડીસ જેની મદદ વડે આપણા શ્વેતકોષો આવા વાયરસ કે બેક્ટેરિયા ને ગળી જઈ શકે. કૃત્રિમ રોગ્પ્રતીકારાકતા એટલે અસલ સુક્ષ્મ જીવો ની શરીર માં પ્રવેશતા પહેલા જ આપણી  ઈમ્યુનીટી  ને ઓળખાણ કરાવી દેવી, જેવી રીતે કુખ્યાત ગુનેગાર નો ફોટો દર