પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર
પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર ભારત માનવ-સભ્યતાનું પારણું છે. જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ જ સભ્યતા અને સંસ્કૃતિના વાસ્તવિક પ્રેરક બળો સિધ્ધ થયા છે , જે આધારિત છે સતત નિરીક્ષણ , પરીક્ષણ , અસરો , તેના પરિણામો અને તેનો માનવજીવનના વિકાસ તથા પ્રગતિ માટે યોગ્ય વિનિયોગ- ઉપયોગ પર. ભારતીય મનીષીઓનો હજારો વર્ષો પ્રકૃતિ સાથે અંતરંગ સંબંધ રહ્યો છે.જેના કારણે પરંપરાગત ભારતીય વિજ્ઞાન પ્રકૃતિ સાથે એકરૂપ થઈ ને વિકાસ પામ્યુ. વાસ્તુ શબ્દ સંસ્કૃતની " વસ " ધાતુ પરથી આવ્યો છે . ‘ વસ ’ એટલે કે વસવું અને શાસ્ત્ર એટલે વિજ્ઞાન . આમ વાસ્તુશાસ્ત્ર એટલે વસવાટનું વિજ્ઞાન . અન્ય મત મુજબ “વાસ્તુ ” શબ્દ વસ્તુ શબ્દ માંથી નિર્મિત થયેલો છે. વસ્તુ એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે . વસ્તુમાંથી ઉત્પન થયું તે વાસ્તુશાસ્ત્ર . સમગ્ર બ્રહ્માંડ પાંચ તત્વો દ્વારા રચાયેલું છે . આ પાંચ તત્વો છે અગ્નિ , પૃથ્વી , વાયુ , જળ અને આકાશ આપણું શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે . કોઈ પણ નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનો સમાવેશ થયેલો હોય છ...