“પારંપરિક ભોજન અને સ્વાસ્થ્ય”


“પારંપરિક ભોજન અને સ્વાસ્થ્ય”


 

અન્ન એવો ઓડકાર” જેવી કહેવતો જેને પણ લખી હોય તેના રચઈતા ના નામો નથી હોતા પણ આ ‘જંક ફૂડ’ કાળ માં છે તદ્દન શાશ્વત, મનુષ્ય ની ઉત્પતિ થઇ ત્યારે તેના અને તેની આસપાસ વસતા પ્રાણીઓ ના ખોરાક માં કોઈ જ તફાવત ન હતો, ચાર લાખ વર્ષ પહેલા મનુષ્યએ જયારે અગ્નિ ને પોતાના વશ માં કર્યો ત્યારથી પ્રાણીઓ અને મનુષ્ય ના ખોરાક માં તફાવત ની શરુઆત થઇ. અને એ તફાવત ની રેખા એટલી તો ખેચાણી કે હવે આપણે ખોરાક ના નામે કશુક ભળતું જ ખાઇયે છીએ. ટીવી પર લગભગ બધીજ ચેનલ્સ પર બપોર નો સ્લોટ રસોઈ ને લાગતો જ હોય અને વળી ફક્ત ફૂડ ચેનલ્સ તો ખરીજ, પરંતુ તમામ ચેનલ્સ માં તમારા કામ ની વાનગી કદાચ તમને ક્યારેય જોવા ન મળે. કારણ કે કેટલીક વાનગીઓ ની બનાવટ જોતા જ લાગે કે આને કદાપી ના ખાઈ શકાય. પારંપરિક ખોરાક નો સીધો સંબધ વિજ્ઞાન સાથે છે. કારણ કે જયારે ખોરાક નું પ્રદર્શન ન હતું ત્યારે ખોરાક માં સાદાઈ અને પવિત્રતા હતી. અહી પવિત્રતા નો મતલબ પોષણ અને સ્વચ્છતા છે. દુનિયા માં શુદ્ધ ખોરાક ની ચર્ચા માં આપણા દેશ પછી કદાચ ચીન હોઈ શકે અને ત્યાર પછી આફ્રિકા અને યુરોપ ના દેશો હોઈ શકે. વાચકો માંથી ભાગ્યેજ કોઈ જણાતું હશે કે ઘઉં એ ભારતીય અન્ન નથી અને ભારત માં તેનું આગમન અંગ્રેજો એ કર્યું, જોકે મોહે-જો દરો સંસ્કૃતિ માં કેટલાક દસ્તાવેજો છે જેમાં ઘઉં ની ખેતી ની શરૂઆત સિંધ માં થઇ હતી. સામાન્ય રીતે ઘઉં ના વપરાશ વધ્યા પછી પાચન ના પ્રોબ્લેમ્સ ની પણ શરૂઆત થઇ કારણ કે ઘઉં માં રહેલું ગ્લુંટેન આપણા પાચક રસો થી પાચન નથી પામતું, વધુ માં શરીર ની રોગપ્રતીકારકતા ઉપર  આક્રમક કરે છે જે શરીર ના પોતાના જ કોષો ને નુકશાન કરે છે.આ કારણ થી જ ભારત માં પારંપરિક ધાન્ય માં ઘઉં નો સમાવેશ નથી, ભારતીય તમામ ધાન્યો ગ્લુંટેન રહિત અથવા નહીવત ગ્લુંટેન ધરાવે છે અને સુપાચ્ય છે. એમા ય આજ ના યુગ માં બનતી તમામ બેકરી વાનગીઓ તો પાછી મેંદા માંથી એટલે ઘઉં ને ઝીણો લોટ જેમાં ગ્લુંટેન નું પ્રમાણ વધુ હોય આથી જ તે ચીકાશ ધરાવે છે. તમામ વાચકો ને ક્યારેક તો તેમના ડોક્ટર પાસેથી સલાહ મળી જ હશે કે પેટ માં ગડબડ હોય ત્યારે સૌથી પેહેલા ઘઉં ખાવના બંધ કરી દેવા. તેનું એકમાત્ર કારણ ગ્લુંટેન છે. પારંપરિક ખોરાક માં ઘી નો વપરાશ સામાન્ય હતો, કેમ કે  ઘી એ ઊંચા તાપમાને જલ્દી બળતું નથી તેમજ તે પ્રાણી જ પેદાશ હોવાથી તેમાં ટ્રાન્સ ફેટ તેમજ સેચ્યુરેટેડ ફેટ નહીવત હોય છે. તમામ સ્ત્રીઓ જાણે છે કે ઘી ને એક વાર તળવા માટે ઉપયોગ માં લીધા પછી ફરી થી ઉપયોગ કરી શકતો નથી કારણ કે તેનો સ્વાદ બદલાઈ જાય છે. જેથી કુદરતી રીતે જ તેનો ફરીથી ઉપયોગ અટકે છે. આથી હાલ માં જોવા મળતો તેલ નો વારંવાર ઉપયોગ અને તેનેથી થતું નુકશાન ટળી જાય છે. આદિ ભારત માં તેલ ના નામે ફક્ત નારીયેલ, તલ, એરંડિયું, અને સુગંધી તેલ જ હતા. જેનો તેલ ના સ્વરૂપ માં વપરાશ થતો હતો. આજ ના યુગ માં જે વનસ્પતિ માંથી તેલ નીકળે તેને ખાદ્ય તેલ  તરીકે ઓળખાવી લોકો ના પેટ માં પધરાવવાનું અને પછી ભોગવવાનું અજાણ લોકો એ . આ લેખક પ્રાણી દેહધાર્મિક ક્રિયા ના અભ્યાસ સાથે વર્ષો થી સંકળાયેલ છે એટલે જાણે છે કે ક્યારે ખાદ્ય ખોરાક અખાદ્ય બને છે. અહી હું ખોરાક ને જીવાણું ઓ થી બગડવાની વાત કરતા આણ્વીક રીતે બગડવાની વાત કરવાનો છું. પહેલા હું પાયા ની વાત કરી દઉં, ખોરાક એનેજ કહેવાય જેને શરીર પાચન કરીને અથવા પાચન કર્યા વગર શરીર માં શોષી શકે અને તેનો ઉપયોગ કરી શરીર નું નિર્માણ તેમજ કાર્ય કરવાની શક્તિ આપી શકે અને તે પણ શરીર માં કોઈ જ વિકૃતિ લાવ્યા વગર. જે પદાર્થ ગ્રહણ કાર્ય પછી શરીર તેનો ઉપયોગ કરવા જતા શરીર ના બંધારણ માં ગરબડ થાય તેને કદાપી ખોરાક કહી ના શકાય. કેમ? સમજાવું, શરીર માં જોઈતા તમામ મિનરલ્સ સામાન્ય રીતે પાણી માં ઓગળેલા સોડીયમ,પોટેશિયમ વગેરે આતરડા માં સીધા શોષાય જાય છે. આ ઉપરાંત કેટલાક મિનરલ્સ ઘન ખોરાક માં આવેલા હોય તે પણ પાચન વગર જ શોષાઈ જાય છે. જે ખુબ જ ઓછી માત્રામાં પણ શરીર ને જોઈએ અચૂક. આવા મિનરલ્સ શરીર ની રસાયણિક ક્રિયા માં સહઉત્સેચક નો ભાગ ભજવે છે. અને તેઓ ની ગેરહાજરી તમામ ક્રિયા ઓ માં ગોટાળા સર્જે છે. આવા ગોટાળાનો શિકાર આપણે રીવર્સ ઓસ્મોસીસ સીસ્ટમ [આર. ઓ ] લગાવી ને બન્યા છીએ. શરીરનો બીજો ખોરાક એટલે ઘન ખોરાક, જે એવો હોવો જોઈએ કે તેના અણુઓ ની રચના અને આપણા અણુઓ ની રચના સમાન હોય. પછી એ ખોરાક વનસ્પતિ હોય કે પ્રાણી તે બહુ મોટો પ્રશ્ન નથી, પરંતુ તે જરૂર રોગ મુક્ત હોવો જોઈએ,જેમ કે ખોરાક માં રહેલ પ્રોટીન, શર્કરા, ચરબી આપણા શરીર માં પાચન પામી શરીર ને જરૂરી એવા  પ્રોટીન, શર્કરા, ચરબી માં રૂપાંતર પામી શરીર ના બંધારણ માં ઉમેરાય છે. અને ચોથી વસ્તુ જેના થી લગભગ મોટો સમાજ અજાણ છે, અને તે છે ડી.એન.એ [DNA] અને આર.એન.એ [RNA] આ ઘટકો ની રચના તમામ સજીવો માં એક જ સરખી હોય છે. આજ ઘટકો જનીનો તરીકે કાર્ય કરે છે. આથીજ આપણું શરીર બીજા સજીવ ને ખોરાક તરીકે સ્વીકારે છે. જો આ બે ઘટકો માં જરાક જેટલો પણ ફેરફાર થયો તો સમજો શરીર ના નવા બનતા કોષોનું આવી બન્યું. અને પછી થાય છે જાત જાત ના રોગો ની શરૂઆત. આપણા માંથી કેટલા જાણે છે કે કેવા ખોરાક ને કારણે આ બે ઘટકો વિકૃત થાય? જેમ જેમ વાંચતા જશો તેમ તેમ તમારા કપાળે પરસેવો વળતો જશે. જયારે જીવાણું કે કીટક અવરોધક દવાઓ છાંટવા માં આવે, ખોરાક ને માઇક્રોવેવ મશીન માં રાંધવા માં આવે અથવા ખોરાક ને નોન સ્ટીક માં રાંધવામાં આવે. આ ત્રણ સિવાય પણ ઘણા કારણો છે નુકશાન થવાના, પરંતુ આ ત્રણ હાથવગા નુકશાન કારકો છે એટલેકે આપણે આપણી જાતને ખુબ જ સરળતાથી નુકશાન પહોચાડી શકીએ છીએ. જયારે DNA અને RNA માં જરા જેટલો પણ ફેરફાર થાય એટલે આપણી પછીની પેઢી નમાલી, માયકાંગલી, રોગીષ્ઠ કે વિકૃત થવાની સંભાવનાઓ વધી જાય છે. નવી પેઢી ને સ્વસ્થ રાખવાની જવાબદારી આજ ની નવી માતાઓ ની છે. ફેશનેબલ ખાદ્ય પદાર્થો અને ફેશનેબલ વાસણો ના ઉપયોગ જેટલો ટાળસો તો સ્વસ્થ રહેવા ના ચાન્સીસ વધશે. જેટલો ટ્રાન્સ ફેટ નો વપરાશ વધારશો એટલા ઓબેસિટી ના ચાન્સીસ વધવાના છે જ. કેમ કે આ ચરબી કોષો માં શોષાતી નથી પરંતુ કોષો ની વચ્ચે જમા થયા કરે છે, પરિણામે સ્થૂળતા. આજે દુનિયા માં ૪૦ ટકા થી વધુ લોકો સ્થૂળ છે. સ્થૂળ શરીર એ અસ્વસ્થ જીવન ને નોતરે છે. માટે તમે તમારા દાદા દાદી અને નાના નાની ને યાદ કરો અને યાદ કરો એ લોકો કયા પ્રકાર નું ભોજન લેતા હતા. તમને આપો આપ એમેની સ્વસ્થતા નું કારણ સમજી જશે. અપને જાતે પોતે પંડે સ્વસ્થ રહેવું કે નહિ તે નક્કી આપણે કરવાનું છે. નહિ તો પછી જયારે ડાયેટીશીયન ના ઈશારે નાચવું પડશે. ડાયેટીશીયન ની સલાહ લાખો રૂપિયા ખર્ચી ને મેળવીએ છીએ, જે વડીલો મફત આપે છે, એ પણ વ્હાલ થી પણ તમને અને મને મફત મળતું  વ્હાલ પણ મુલ્યવાન નથી.

અંતે:

વારસા માં મળેલા કોળિયા હોટલો એ તેમના નામે કરી લીધા છે.

ડૉ નિકુંજ ભટ્ટ

મુખ્ય સંપાદક.

drnikunjbhatt@gmail.com 

NME-ICT - YouTube

Comments

Popular posts from this blog

Profile. Dr. Nikunj Bhanuprasad Bhatt

ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ

ત્યાગી (સંતો) નું જાહેર જીવન