ત્યાગી (સંતો) નું જાહેર જીવન

 


ત્યાગી નું જાહેર જીવન:

સંતો ના બે પ્રકાર છે. એક, જેને સંસાર માંથી મોહ છૂટી ગયો છે તે અને બીજા, જે સંસાર માં રહી ને ત્યાગી જીવન જીવે છે તે. મારા માટે બીજા પ્રકાર ના ત્યાગીઓ વધુ અસરકારક છે કારણ કે જીવન ના પળે પળ તેમની સાદગી ની પરીક્ષા થતી રહે છે. સંસાર અને પરિવાર ની વચ્ચે રહી ને, તમામ જવાબદારીઓ નિભાવી ને જે ત્યાગી નું જીવન જીવી શકે તેના થી મોટો કોઈ સંત હોઈ જ ના શકે. એક વખત જયારે વ્યક્તિ પોતાની ઈચ્છા થી જ પોતાના પરિવાર નું સર્જન કરે છે અને અધવચ્ચે અચાનક એને સંસારિક મોહ છૂટી જાય એ વાત ક્યારેય સ્વીકારી ના શકાય. અને જો આવું બને તો એના ત્રણ જ કારણો હોઈ શકે એક પરિવાર માં આપસી પ્રેમ નો અભાવ, બીજું સમજણ નો અભાવ, અને ત્રીજું જવાબદારીઓ નિભાવવા માટે અસમર્થ.  આ ત્રણ કારણોસર જે વ્યક્તિ સંસાર છોડે છે તેને સાધુ અથવા સંત કઈ રીતે કહી શકાય? તેને ભાગેડુ કહેવો વધારે યોગ્ય છે. કેમ કે જે વ્યક્તિ પોતાના નાના પરિવાર નું કલ્યાણ નથી કરી શકતો તેના થી સમાજ શું અપેક્ષા રાખે. વૈરાગ્ય નો ઉદભવ જો સમાજ ના દુ:ખ વડે થાય તો જ સાચો ત્યાગી, નહીતર ભાગી છૂટવાની ભાવના થી વધુ કઈ જ નહિ. અહી હું એવા કોઈ જ મહાપુરુષો ના ઉદાહરણ આપવાનો નથી જે સમાજ ના દુઃખે દુખી હતા. કારણ કે આ વાંચતા ની સાથે જ આપ ના માનસ પટ પર તેઓ ની છબી અંકિત થઇ જ ગઈ હશે. મારે એવા સદગુરુ ઓ ની વાત કરાવી છે જેઓ એ સાચા સ્વરૂપ માં ત્યાગી નું જીવન જીવી બતાવ્યું હોય પરંતુ કેટલીક ત્રુટીઓ સાથે. કદાચ તમારા મન માં પેલા બાબા ઓ આવ્યા હશે પણ ના,એ બાબા ઓ તો ટીકા ને પાત્ર પણ નથી એટલી હલકી કક્ષા ના છે. આજે આપણી સૌ ની આસપાસ હિંદુ ધર્મ ના અનેક સંપ્રદાયો આકાર પામ્યા છે. જે હિન્દુત્વ ની ઉદાર ભાવના નું  ઉત્તમ  ઉદાહરણ છે. પરંતુ તે સંપ્રદાયો ના સદગુરુ ઓ તેમના ત્યાગી  જીવન અને વૈરાગ્ય ભાવના ને સુપેરે સમાજ સુધી પહોચાડે છે કે કેમ એ મોટો યક્ષ પ્રશ્ન છે. આજે આપણે વિચારીએ કે આપણા ધર્મ ગુરુ સમાજ માટે મંદિરો બંધાવ્યા, નિશાળો બંધાવી, કે દવાખાના ઓ બંધાવ્યા, તો એ સમાજ સેવા નું સૌથી સબળ કારણ છે. તેમના થકી અનેકો રોજગાર પામે છે. તે પણ એક ઉત્તમ કર્મ છે. તેમના થકી લાખો લોકો વ્યાસન મુક્ત થાય છે. તે તો ઉત્તમૌત્તમ  ક્રિયા છે. પરંતુ આ બધા નું વળતર તેમના ત્યાગી જીવન નો ભોગ લે છે.

દુનિયા સૌથી ગરીબ વ્યક્તિ પણ કેમ ત્યાગી બનવા નથી પ્રેરાતો ? કારણ ત્યાગી નું જીવન સૌથી ગરીબ વ્યક્તિ કરતા પણ કષ્ટ દાયક હોય છે અને ત્યાગી હોવાની સૌથી મોટી લાયકાત પરમ તત્વ નું જ્ઞાન લાધ્યું હોય તે. આજ ના ધર્મ વડા ઓ ની જીવન યાત્રા ન સમજાય તેવી છે. ઉપરાંત કોઈ પણ સંસારી ને આકર્ષિત કરે છે. કારણ છે તેમની વૈભવી લાઈફ સ્ટાઇલ, આજે મોટા સંપ્રદાયો ના વડા ઓ કે ઉપવડા ઓ તેમનો મઠ છોડી જયારે સમાજ સમક્ષ ઉપસ્થિત થાય છે ત્યારે તેઓ માં ભગવા વસ્ત્ર સિવાય કોઈ જ સાધુ હોવા નું લક્ષણ દેખાતું નથી. મારી વાત થોડી કડવી જરૂર છે. પણ હકીકત એ છે કે તમામ ત્યાગી ની આવી જીવનશૈલી થી આખો સમાજ ટેવાઈ ગયો છે. અને કોઈ પણ વ્યક્તિ ને કે સમાજ ને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે કોઈ એક સાધુ આવા વૈભવી જીવન ને કેમ સ્વીકારે છે? મઠ માં એક પાત્ર માં લઇ ને જમવું કે બે જોડી ભગવા વસ્ત્રો થી ચલાવવું એ ત્યાગ તો ન જ કહેવાય ! કેમ કે આ સિવાય એક પણ એવી બાબત નથી કે તેમને ત્યાગ સાથે સાંકળી શકાય. હજારો ની મેદની વચ્ચે કરોડો રૂપિયા ની ગાડી માં આવવું, વાતાનુંકુલિત સ્ટેજ પર સિંહાસન ઉપર બેસવું, બીઝનેસ ક્લાસ કે ફર્સ્ટ ક્લાસ માં ઉડવું. કયો મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગ આવી જીવન શૈલી જીવી શકવાનો છે? ક્યારેય નહિ. એણે તો ફક્ત માથું  નમાવવાનું પછી ત્યાગી સામે હોય કે અઠંગ રાજકારણી સામે હોય.

અંતે.

ધર્માન્ધતા નો  વેપાર એટલે સંપ્રદાય...........

ડૉ નિકુંજ ભટ્ટ

મુખ્ય સંપાદક  drnikunjbhatt@gmail.com

Comments

Popular posts from this blog

Profile. Dr. Nikunj Bhanuprasad Bhatt

ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ