સ્વચ્છતા અભિયાન
સ્વચ્છતા અભિયાન:
અભિયાન નો મતલબ ક્યારેક તેને પૂર્ણ કરવાનું છે. પરંતુ
જયારે સ્વચ્છતા અભિયાન ની વાત કરવા ની હોય ત્યારે તેને અભિયાન શબ્દ સાથે સાંકળવા
કરતા સાતત્ય સાથે સાંકળવું વધારે અર્થ પૂર્ણ રહે છે. સ્વચ્છતા
શબ્દ કાને પડતા ની સાથે જ આપણી નજર સામે
ચમકતું ઘર,
આંગણું આવી જાય છે. વાત
પણ સાચી છે.
સામાન્ય માણસ કે પરિવાર જયારે સ્વચ્છતા નું વિચારે
ત્યારે સામાન્ય ચોખ્ખાઈ ની વાત જ આવે.
ભારત માં ભાગ્યેજ કોઈ આવું ઘર હશે જેમાં ચોખ્ખાઈ ના હોય. પરંતુ
દરેક સોસાયટી કે મહોલ્લા ના પ્રવેશ દ્વારે જ નગરપાલિકા ની કચરા પેટી મુકેલી હોય જ. જેમાં
સફાઈ કામદાર તમામ મહોલ્લા ના કચરા ને એકઠો કરે અને ખાસ વાહન દ્વારા લઇ જવામાં આવે
પરંતુ આપણા સફાઈ કર્મચારીઓ તેને સળગાવે, શું
કામ?
તેનો પ્રત્યુત્તર કોઈ પાસે છે?.. નથી
. તમામ
બંધુ ઓ આ વાત થી સહમત હશો જ. અને
આજ વાત આપણી માનસિકતા દર્શાવે છે કે મારા ઘર માંથી કચરો બહાર ગયો હવે તમારે એનું
જે કરવું હોય તે કરો.
એકદમ ખરી વાત,
આ જે કરવું હોય તે કરવા ની જવાબદારી સરકાર ની જ છે. આ
લેખ જેમ જેમ આગળ વાંચતા જશો તેમ તમને ખાતરી થઇ જશે કે આપણે સ્વચ્છતા કરવાને બદલે
ગંદકી ને સ્થાન ફેર કરાવીએ છીએ. વિશ્વ
ના તમામ સમાજો ના બુદ્ધિશાળી લોકો સફાઈ ની વાત કરશે પણ કચરો કેમ ઓછો થાય એની વાત
ક્યારેય નહિ કરે. કેમકે કચરો ઓછો થઇ શકે તેમ છે જ નહિ. ગંદકી કર્યા વગર આપના સમાજ ની એક સેકંડ પણ પસાર થઇ સકે તેમ
નથી. બહુ સમય પહેલા ટેલિવિઝન પર પૂ. મુરારી બાપુ ની કથા ની એક વાત મને યાદ રહી ગયેલી, કે ખેતર માં
આગ લાગે ત્યારે પહેલા આપણો પૂળો બચાવીએ પછી પાડોશી નો. ; સ્વચ્છતા માટે આપણે આવું જ
વિચાર્યું પહેલા આપનું ઘર સાફ રાખો પછી મહોલ્લા ને સાફ કરો . તમારા માંથી
ભાગ્યે જ કોઈ આવું હશે જે અમદાવાદ
આવ્યા ના હોય. અને હવે આવો ત્યારે પીરાણા કચરા ના ડુંગરો અવશ્ય જોવા અને તે પણ સુગ
રાખ્યા વગર, કારણ કે આ ડુંગરો આપણે જ બનાવ્યા છે. કદાચ ક્યારેક ભવિષ્ય માં આ
ડુંગરા સર કરવા ની હોડ પણ લાગે. શહેર ભર ના “rubbish” ને લીધે પીરાણા ના રહેવાસી ઓ
ને કદાચ નર્ક ની અનુભૂતિ થતી હોય તો જરાય નવાઈ નથી. સાહેબ ! જરા વિચારો આવા ડુંગરા
તો કેટ કેટલા શહેરોમાં હશે? અને છે જ. વાંચતા વાંચતા તમારા મગજ માં એજ વિચાર આવ્યો
હશે જે મને લખતા આવ્યો, કે કચરા ના આ ડુંગરો નું કરવા નું શું? બધું કરીશકાય, પણ મન હોય તો માળવે
જવાય, જો આ ઢગ માંથી નુકશાન કારક દ્રવ્યો કાઢી લઇ ઉપર માટી પાથરી દઈ ને તેની ઉપર
નાના ફૂલ છોડ ઉછેરી શકાય પરંતુ તેના માટે “system” ની તૈયારી હોવી જોઈએ.!! કેટલા
ગજવા માં સેરવી શકાશે આવું વિચાર્યા વિના. આ
લેખ ની શરૂઆત માં તમે જે કાચબા નું ચિત્ર જોયું એ પ્રાણી અમેરિકા ના કચરા નું ભોગ
બનેલું છે. અમેરિકા બધી વાતે પૂરું છે. પછી એ ડોલર રળવા હોય કે પછી ગુણવત્તા વાળી
જીંદગી હોય કે લાગણી નો દરીઓ હોય કે પછી સંબધો નો તિરસ્કાર હોય. USA ની પશ્ચિમે લગભગ
USA જેટલા કદનો તરતો ટાપુ આવેલો છે. “great pacific garbage patch” જે
અમેરિકા માં ભેગો થતો કચરો દરિયા માં ઠલવાયેલો છે. અમેરિકા એકદમ ઉસ્તાદ છે, જેટલો વેસ્ટ રીસાઈકલ એટલો કરવાનો બાકીનો
દરિયા માં પધરાવવાનો. કોણ પૂછે છે ? અને દુનિયા માં કોની તાકાત છે? સાહેબો આ
patch ને લીધે લાખો પ્રાણીઓ નાશ પામ્યા છે અને હજુ પણ પામશે. માછલીઓ ની જગ્યા એ
પ્લાસ્ટિક ની થેલીઓ તરે છે. ક્યાં સુધી આપણે આપણી જાત ને કે આપણી નવી પેઢી ને
છેતર્યા કરશું? આપણી સરકારો ક્યારેય પણ જેનાથી ભવિષ્ય માં ગંદગી થઇ શકે તેમ છે એવા
ઉત્પાદનો બંધ નથી કરાવી શકવાની, પ્રદુષણ ફેલાવતા એકમો બંધ નથી કરી શકવાની કે
પ્લાસ્ટિક ને રોકી નથી શકવાની. તો પછી બધી જવાબદરી , જાગૃતતા નાગરિકો માથે કેમ?
અંત
માં :
સ્વચ્છ
મન જ આંગણું સ્વચ્છ રાખી શકે.
ડૉ નિકુંજ ભટ્ટ
09825293238
drnikunjbhatt@gmail.com
Comments