સ્ત્રી સશક્તિકરણ:

રસોડા માં ગરમી માં શેકાતી અને પરસેવે ભીંજાતી પોતાની સ્ત્રી માં જીવનરસ અને ઉન્માદ ન શોધી શકનારા પુરુષો કાલ્પનિક સ્ક્રીન ઉપર એક પરિમાણ માં જોવા મળતી સુંદરતા ના ઝાંઝવાં પાછળ દોડતા હાંફી જાય છે.......



ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઊઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા


હિંદુ ધર્મ ના મૂળ માંજ પ્રજોત્પતિ ના સંકેત શિવ ની આરાધના એ તંદુરસ્ત બીજ ધરાવતા સશક્ત પુરુષ ની ખેવના કરાવી જ છે


 

આઝાદી પહેલા લખાયેલી અને મેઘાણીરસ ટપકતી આ શોર્ય કવિતા “ સ્ત્રી શક્તિ અને સોંદર્ય” નું અદભૂત વર્ણન, વાચકો જરૂર કહેશે અમે તો આ કવિતા અનેક વખત વાંચી વખાણી, પણ અમે એ શાશ્વત સાથે સરખાવી નહિ. તો આજે તમામ પ્રબુદ્ધ વાચકો ને આ સરખામણી કરવાનો વખત આવી ગયો છે, કેમ કે આપણું ભારત જયારે ભારતવર્ષ હતું ત્યાર થી આજ દિન સુધી ના તમામ રેફ્રન્સીસ તપાસી જુઓ, આ દેશ માં સ્ત્રીઓ શક્તિ નો ધોધ છે. તેથી જ હિંદુ ધર્મ ના તમામ સમ્પ્રદાયો માં શક્તિ ની વંદના  ઉપાસના થાય છે. કારણ કે  કુદરતે  વંશ પ્રજોપ્તી ના બે પરિબળો પુરુષ અને સ્ત્રી માંથી ફક્ત સ્ત્રી ને જ સંતતિ જણવા નો અને ઉછેરવાનો મૂળભૂત પરવાનો આપ્યો છે, અને સાથે જ તેના બાળક ના પિતા ની સાચી ઓળખાણ આપવાનો , અલબત આજ ના યુગ માં મોલેક્યુલર આઇડેન્ટિટી મળી શકે છે. બંને પુરુષ અને સ્ત્રી ના સહિયારા યુગ્મન ના પરિણામ સ્વરૂપ નવ સર્જન ને ૨૮૦ દિવસ સુધી ધારણ કરવું એજ શક્તિ સ્વરૂપ નું મૂળ દર્શન, હિંદુ ધર્મ ના મૂળ માંજ પ્રજોપ્તી ના સંકેત સમા શિવ ની આરાધના એ તંદુરસ્ત બીજ ધરાવતા સશક્ત પુરુષ ની ખેવના કરવી જ છે. મેઘાણી જયારે લખે કે જગદમ્બા શી ચારણકન્યા,ડાંગઊઠાવે ચારણકન્યા,ત્રાડ ગજાવે ચારણકન્યા ત્યારે કોઈપણ વ્યક્તિ કહી શકે કે નારી વખત આવ્યે  પોતાની તાકાત નો પરચો આપી શકે છે. આજે પણ આપી શકે છે જ, પરંતુ એ પરચા આપવાના પરિમાણો   બદલાયા  છે. કળા ના ક્ષેત્રો જેમાં સ્ત્રીઓ નું  આદી કાળ થી પ્રભુત્વ રહ્યું છે, તેમાં તો તે આગળ વધી જ છે , સાથે સાથે અર્થ ઉપાર્જન ના ક્ષેત્રો માં માથું કાઢ્યું છે એવું કહેવું બહુ જુનું થઇ ગયું, તેને બદલે પુરુષો સાથે સહ અસ્તિત્વ ધરાવે છે તેવું કહેવું યોગ્ય રહેશે . હવે વાચકો માંથી કોઈ કહેશે સાહેબ મારા તમે  શહેરો માં રહેતી ૩૦ ટકા સ્ત્રીઓ ની જ વાત કરો છો. તો એનો જવાબ છે.. હા ! પરતું હું આ ૩૦ ટકા સ્ત્રીઓ સાથે એ સ્ત્રીઓ ની પણ વાત કરવા માંગું છું જે ભાગ્યેજ કોઈ ની નજરે ચડી છે. અને એ છે સુડોળ શરીર સૌષ્ઠવ અને તામ્રવર્ણ ધરાવતી કામણગારી,, નહિ કામગરી વધારે યોગ્ય છે. તમને થશે હું ગ્લેમર ની વાત કરી રહ્યો છું, હા ગ્લેમર ની વાત છે પણ તેથીય વધારે આ એ સ્ત્રીઓની વાત છે જે તેના પતિ કે પિતા જોડે અનાદી કાળ થી એક સુર માં ઘર સંસાર નું ગાડું ગબડાવે છે. આ છે ખેતર માં કે ગંજ બજાર માં કાળી મજૂરી કરતી સ્ત્રી, જેની નોંધ સરકારી ચોપડે ભાગ્યે જ નોંધાઈ છે. અરે સરકારી ચોપડા ની વાત જવાદો, જયારે તમને સ્વચ્છ વાતાવરણ માં પોતાના સ્વાદ ના ભોગે જમાડાનારી અન્નપૂર્ણા વિષે કોઈ પૂછે ત્યારે આપનો જુનો ને જાણીતો જવાબ, કે મારા પત્ની કશું નથી કરતા આવું કહી ને હોઉસવાઈફ ને હોમમેકર તરીકે નવાજવામાં આપણે ગોથું ખાઈ જઇએ છીએ. મેઘાણી એ પંદર લીટી ઓ માં સ્ત્રી ના તમામ રૂપ વર્ણવી દીધા છે. આ તમામ માંથી પુરુષ વર્ણ ને ચૂંદડિયાળી, શ્વેત સુંવાળી, જોબનવંતી સ્વરૂપો જ જચે છે. રસોડા માં ગરમી માં શેકાતી અને પરસેવે ભીંજાતી પોતાની સ્ત્રી માં જીવનરસ અને ઉન્માદ ન શોધી શકનારા પુરુષો કાલ્પનિક સ્ક્રીન ઉપર એક પરિમાણ માં જોવા મળતી સુંદરતા ના ઝાંઝવાં પાછળ દોડતા હાંફી જાય છે. અને પછી અંતિમ પડાવ તો પોતાની સ્ત્રી ની સોડ માં જ પસાર કરવો પડે છે. દુનિયા માંથી એક એવો પુરુષ શોધી આપો જે પોતાની પત્ની ની  બે ચાલ થયેલી જીંદગી ને ભૂલી જઈ ને તેને સંબંધો ની તમામ વ્યાખ્યા ઓ ને પર જઈ ને સાહજિકતા  થી  સ્વીકારી લઇ કોઈ જ પરોપકાર વિના જીવન જીવે.. અરે ભાઈ પતિ ને તેની પત્ની નો  કોલેજ સમય નો ટીન એજ ભૂતકાળ જાણવા મળે તો, વર્ષો ના લગ્ન જીવન નું ફૂલેકું ફેરવી પત્ની ને અપમાનિત કરતા જરા જેટલો પણ સંકોચ પામતો  નથી . સશક્તિકરણ  ની પરિભાષા અહીં થી બદલાય છે. સ્ત્રી શક્તિ એટલા માટે છે કે તે પોતાના પતિ ના , પુત્ર ના , પિતા ના કે ભાઈ ના તમામ અવગુણો ભલીભાતી પચાવી જાણે છે . પુરુષો ક્યારેય પોતાની મનસ્થિતિ પર કાબુ મેળવી શકતા નથી , જો વાત પોતાની સ્ત્રી ની આઝાદી ની હોય . આઝાદી નો મર્મ કે અર્થ સમજવા માં કમસે કમ આપણે ભારતીયો તો જરૂર થાપ ખાઈ ગયા છીએ, આની વિસ્તૃત ચર્ચા મારા બીજા લેખ માં કરીશું . આઝાદી પુરુષ ને સ્ત્રી તરફ થી, સ્ત્રી ને પુરુષ તરફ થી અને બન્ને ને સમાજ તરફ થી, પરંતુ સ્ત્રીઓ  જયારે આઝાદી નો મર્મ નથી જાળવતી ત્યારે તેને કિંમત પુરુષો કરતા વધુ  ચૂકવવી પડે છે. કેમ? કારણ કે સ્ત્રી સમાજ કિમતી પરિબળ છે, એક તત્ત્વ છે . તેની જાળવણી થવી જોઈએ, કેમ કે આ માનવ સભ્યતા ના વંશજ નું ઉત્પાદન કરે છે. આ જાળવણી નું કામ સશક્ત પુરુષ નું છે, અને સ્ત્રીનું પોતાનું છે. પોતાની જાત ને અમાનુષી ઓ સામે નહિ લાવવા નું. અરે જગત જનની ઓ ફક્ત આટલું કરવાથી એવું માનવા ની જરાય જરૂર નથી કે તમે સુરક્ષિત છો. આપણે તમામ પૃથ્વી ઉપર સ્ત્રી અને પુરુષ ના અવતરણ નું મૂળભૂત તથ્ય જ ભૂલી ગયા છીએ. ઘર માં લક્ષ્મી ના જન્મ થી ગૃહલક્ષ્મી સુધી ની સફર માં ગૃહલક્ષ્મી, લક્ષ્મી ઉપાર્જન માટે ઉંબરો ઓળંગે છે. મને લાગે છે તમે  વિચાર્યું કે મેં મારા મન માળિયા માંથી ધૂળ ખંખેરી ને જુના પુરાણા પુરુષ ને નીચે ઉતાર્યો છે. પરંતુ ના હું જરાય સ્ત્રી ની પૈસો રળવા ની ચેષ્ટા ની વિરુદ્ધ માં નથી, પણ સ્ત્રીત્વ ના ભોગે કમાવવા ની તરફેણ માં તો નથી જ. નવી પેઢી જણનાર નવોઢા શારીરિક રીતે મહિના ના તમામ દિવસો એકસરખા નથી ભોગવતી, પરતું કામ ના સ્થળે તમામ ત્રીસ દિવસ એક સમાન કામ કરવું પડે છે. પછી ભલે ને તે ગર્ભવતી હોય તો પણ પરિસ્થિતિ માં કોઈ જ બદલાવ આવતો નથી. શારીરિક શ્રમ ક્યારેય સગર્ભાવસ્થા ને નડતર રૂપ નથી પરંતુ માનસિક તાણ ગર્ભ વિકાસ માં વિપરીત અસર કરનારું મુખ્ય ઘટક છે. તમે ભાગ્યે જ એવું કામ નું સ્થળ શોધી શકશો  જ્યાં તણાવ ના હોય. અને જયારે કોઈ પૂછશે કે બાળક ના જન્મ પછી ના સંભાળ ના દિવસો ક્યાંથી લાવશો ? ત્યારે જવાબ તમારી પાસે નથી જ અને  તમારા પતિ પાસે પણ નથી, પણ આટલું વાંચતા ની સાથે જ હવે! જવાબ તમારા આંતરિક મન ને જડી ગયો છે. મારા પ્રિય વાચકો સ્ત્રી સશક્તિકરણ અને આધુનિકીકરણ ને આપણે જળ મૂળ થી જ ખોટું સમજ્યા છીએ, સશક્તિકરણ અને આધુનિકીકરણ ની જરૂરિયાત સ્ત્રી કરતા પુરુષો ને વધુ છે. કારણ? પુરુષ જ એક આવું તત્ત્વ છે જે તેની આસપાસ રહેલી સ્ત્રી ને અસુરક્ષિત હોવાની ભાવના થી દૂર રાખી શકે છે, જેને લીધે સ્ત્રી આપોઆપ કુટુંબ ભાવના તરફ ખેંચાશે અને પરિવાર ના સ્વાસ્થ્ય ની સુપેરે જાળવણી થશે. સશક્તિકરણ અને આધુનિકીકરણ નો મતલબ કે, એવો સમાજ જે પ્રાણીઓ થી ભિન્ન એવી વ્યવસ્થા, જેને  પ્રાણી ઓ ની સમાજ વ્યવસ્થા તરફ લઇ જવી તે. તમને વાંચવા માં કશુક જુદું લાગ્યું ? તો તમે સાચા છો તમે કશુક જુદું જ વાંચ્યું છે. પૃથ્વી પર વસતા તમામ જૈવ ના ફક્ત બે જ મુખ્ય કામ છે. અસ્તિત્વ ટકાવવું અને  પોતાના  વારસા (જનીનો) નું સંરક્ષણ કરવું તે, નિમ્ન કક્ષા ના પ્રાણીઓ સિવાય ના તમામ  જીવો તેનું બચ્ચું જાતે શિકાર અથવા ઉડતું ના થાય ત્યાં સુધી સંભાળે છે. કારણ કે ત્યાં નર-માદા ના ભેદ તેમજ કાર્ય વહેચણી કુદરતી છે. આપણે  સશક્તિકરણ વાત જ એટલા માટે કરવી પડે છે કે, નર સોરી પુરુષ પોતાના સ્નાયુ ઓ નો ઉપયોગ પોતાની સ્ત્રી ને સંરક્ષિત કરવા ને બદલે કેદી બનાવવા માટે કરે છે. અને જાત જાત ના બંધનો લાદે છે. જેથી તેને સંરક્ષિત કરવા ના સંઘર્ષ માંથી મુક્તિ મળે. પુરુષ ની આ ચેષ્ટા ને સમુળગી વખોડવી એ પણ ખોટું છે. આમ છતાં સશક્તિકરણ ની વાત કરનારા ઓ માં પુરુષો ની સંખ્યા કઈ ઓછી નથી, સશક્તિકરણ ની વાતો અનંત કાળ  સુધી થતી રહેશે, કારણ કે સ્ત્રી ક્યારે સંપૂર્ણ સશક્ત થઇ તેનું પ્રમાણપત્ર ક્યારે આપી શકાવા નું નથી કે ક્યારેય કોઈ જાણી શકવા નું નથી. જો પુરુષ સમાજ  સ્ત્રી નું અને સ્ત્રી સમાજ  પુરુષ નું યોગ્ય સન્માન કરતા થઇ જાય, તો સશક્તિકરણ ની વાત કોઈ ને યાદ પણ આવવાની નથી અને ત્યારે જ સમાજ પરિપક્વ કહેવાશે.


એબોવ ઓલ :

દુનિયા નો એક પણ પ્રસંગ એવો નથી જેમાં સ્ત્રી પુરુષ કરતા ઉતરતી હોય.

-મહાત્મા ગાંધી

 

લેખક : ડૉ.નિકુંજ ભટ્ટ drnikunjbhatt@gmail.com

09825293238

Comments

Popular posts from this blog

Profile. Dr. Nikunj Bhanuprasad Bhatt

ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ

ત્યાગી (સંતો) નું જાહેર જીવન