અભિવ્યક્તિ એ ગુજરાતીઓનું અને ગુજરાતી જાણનારા ઓ નું પોતીકું છે. જેમાં આપણે સહુ આપણી માતૃભાષા માં ઉદ્ભવતી ઊર્મિ ઓ, કલ્પનાઓ, વિચારો ને અભિવ્યક્ત કરી શકવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ. છતાં પણ અહીં અભિવ્યક્તિ ને ભાષા બંધનો નથી........
Dr. Nikunj Bhanuprasad Bhatt Head, Department of Zoology and Associate Professor , V P & R P T P Science College . V.V Nagar. 380 120. E-mail: drnikunjbhatt@gmail.com ,...
ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ ઉચ્ચ શિક્ષણ ની જયારે પણ વાત નીકળે ત્યારે તેમાં સુધારા ના નામે અખતરાઓ વધુ છે. અને જ્યાં સુધી મારું માનવું છે કે ભારત માં અને ગુજરાત ના શિક્ષણ માં વિદ્યાર્થી ના લાભ ના નામ હેઠળ સુધારા ના નામે જેટલા અખતરા ઓ થયા હશે તેટલા કોઈ પણ વિકાસશીલ દેશ માં નહિ થયા હોય. અને કમનસીબે તેનો ભોગ વિદ્યાર્થી જ બને છે. આ અખતરાઓ આંગળી ના વેઢે ગણી શકાય તેમ છે, જેવા કે બારમાં ધોરણ ની પરીક્ષા પદ્ધતિ માં વારેઘડીએ ફેરફાર, કોલેજ ના CBCS માં અનેક વિસંગતતાઓ, અભ્યાસક્રમો માં વિસંગતતાઓ, RTE ના બહાના હેઠળ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના, અને ધારાધોરણ વગર નવી કોલેજો શરુ કરવાની હોડ. પશ્ચિમી દેશોની શિક્ષણ નીતિઓ નું આંધળું અનુકરણ. બેશક, સારી બાબતો સ્વીકારીને આપણે ગુણવત્તામાં સુધારો કરી શકીએ, પરંતુ ભારત માં આ સુધારો કાગળ પર કરવા માં આવે છે. તેને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંશાધન ઉપલભ્ધ કરાવવામાં પછી ઠાગાઠૈયા હોય છે. દરેક બાબત માં ક્ષતિઓ રહી જાય છે, ઉચ્ચ શિક્ષણ નો અમલ જયારે વિદ્યાર્થી સુધી પહોચે ત્યારે તે અનેક તબ્બકાઓ માંથી પસાર થાય છે. તેના માટે જવાબદાર છે, નેતૃત્વ.! ...
ત્યાગી નું જાહેર જીવન: સંતો ના બે પ્રકાર છે. એક, જેને સંસાર માંથી મોહ છૂટી ગયો છે તે અને બીજા, જે સંસાર માં રહી ને ત્યાગી જીવન જીવે છે તે. મારા માટે બીજા પ્રકાર ના ત્યાગીઓ વધુ અસરકારક છે કારણ કે જીવન ના પળે પળ તેમની સાદગી ની પરીક્ષા થતી રહે છે. સંસાર અને પરિવાર ની વચ્ચે રહી ને, તમામ જવાબદારીઓ નિભાવી ને જે ત્યાગી નું જીવન જીવી શકે તેના થી મોટો કોઈ સંત હોઈ જ ના શકે. એક વખત જયારે વ્યક્તિ પોતાની ઈચ્છા થી જ પોતાના પરિવાર નું સર્જન કરે છે અને અધવચ્ચે અચાનક એને સંસારિક મોહ છૂટી જાય એ વાત ક્યારેય સ્વીકારી ના શકાય. અને જો આવું બને તો એના ત્રણ જ કારણો હોઈ શકે એક પરિવાર માં આપસી પ્રેમ નો અભાવ, બીજું સમજણ નો અભાવ, અને ત્રીજું જવાબદારીઓ નિભાવવા માટે અસમર્થ. આ ત્રણ કારણોસર જે વ્યક્તિ સંસાર છોડે છે તેને સાધુ અથવા સંત કઈ રીતે કહી શકાય? તેને ભાગેડુ કહેવો વધારે યોગ્ય છે. કેમ કે જે વ્યક્તિ પોતાના નાના પરિવાર નું કલ્યાણ નથી કરી શકતો તેના થી સમાજ શું અપેક્ષા રાખે. વૈરાગ્ય નો ઉદભવ જો સમાજ ના દુ:ખ વડે થાય તો જ સાચો ત્યાગી, નહીતર ભાગી છૂટવાની ભાવના થી વધુ કઈ જ નહિ. અહી હું એવા કોઈ જ મહાપુરુષો ના...
Comments