Posts

જૈવવૈવિધ્ય દિવસ: World Biodiversity Day 22nd May

Image
  જૈવવૈવિધ્ય દિવસ: જાગૃતતા એ માનવી ની સુષુપ્ત અવસ્થા નું પ્રમાણપત્ર છે. જૈવવૈવિધ્ય દિવસ ની ઉજવણી મનુષ્ય ને જાગૃત કરવા માટે છે કે, સજીવો ના જુદા જુદા પ્રકાર કેમ પૃથ્વી માટે જરૂરી છે? આમ તો છેવેટે આપણા અસ્તિત્વ માટે કેમ જરૂરી છે? કારણ કે આપણે સૌ ને સમજાઈ ગયું છે કે કલાઇમેટ ચેન્જ એ અંતે મનુષ્ય ને જ નુકશાન કારક છે. જે આપણને નુકશાન થયા પછી સમજાયું ખરું. દરેક સજીવ નું પૃથ્વી પર એક આગવું મહત્વ છે. પરંતુ, અત્યાર ના સંજોગો માં જો માનવી લુપ્ત થઇ જાય તો સમગ્ર સજીવ સૃષ્ટિ નું કલ્યાણ થઇ જાય. કેમ કે જો પૃથ્વી પર કીડી, મંકોડા, કે અન્ય કીટકો ના હોય તો આખી ફૂડ ચેઈન ની વ્યવસ્થા ખોરવાઈ જાય. પણ માનવી ના લુપ્ત થવાથી કોઈ ઝાઝો ફરક પડતો નથી. એક બાબત માનવી ની સરાહનીય છે કે અજ્ઞાનતા માં જે ભૂલો થઇ છે તેને સુધારી લેવાનો પ્રયત્ન આપણે સૌ એ ચોક્કસ કર્યો છે. પરંતુ માનવી ના દંભ નો પણ કોઈ જવાબ નથી. દંભી ઓ ના લીસ્ટ માં હું અને તમે બધા આવી ગયા. વિવિધ દિવસો ની ઉજવણી દ્વારા વિશ્વ ના તારણહાર નું બિરુદ જાતેજ ઠોકી બેસાડ્યું. આ બધામાં માં એક ઓર દિવસ એટલે કે જૈવવૈવિધ્ય દિવસ ૨૨મી મે, બાકીના બધા જૈવવૈવિધ્ય વિનાશ દિવસ ? મા...

mRNA વેક્સીન એટલે શું ?

Image
  mRNA વેક્સીન એટલે શું ? હાલ ના સંજોગો માં આમ તો હવે તમામ લોકો લગભગ બધાજ પ્રકાર ની સારવાર કરી શકે તેમ છે, એટલું જ્ઞાન એક યા બીજા માધ્યમ થી પ્રસરી ગયું છે. અને હવે બધાને એટલી તો ખબર પડી ગયી છે કે, બને એટલી વધારે તકેદારી રાખવી, પછી હરી ઈચ્છા. અત્યારે તો માસ્ક, શારીરિક અંતર અને વેક્સીન છેલ્લો ઉપાય બધાના મન માં વસી ગયો છે. વેક્સીન વિશે આમતો આપણે બધા જાણીએ જ છીએ અને ૧૯૮૦ પહેલા જન્મેલા ના ડાબા હાથ ઉપર બે અથવા એક મોટું ચકામું તો હશેજ. એ ચકામું એટલે શીતળા ની રસી. જો કે એ ચકામું એટલા માટે પડતું કે રસી આપવા માટે વપરાતી સોય ફ્રુટ ખાવા ના કાંટા જેવી હતી. પછી તો ધીમે ધીમે લગભગ તમામ વાયરસ અને બેક્ટેરિયા ની રસી શોધાતી ગઈ અને માનવ પોતાની કૃત્રિમ રોગપ્રતિકારક શક્તિ ને વિકસાવી આયુષ્ય અને શરીર બંનેને વધારતો ગયો. રોગપ્રતિકારકતા એટલે આપણા શરીર માં બનતા પાંચ જુદા જુદા પ્રકાર ના એન્ટીબોડીસ જેની મદદ વડે આપણા શ્વેતકોષો આવા વાયરસ કે બેક્ટેરિયા ને ગળી જઈ શકે. કૃત્રિમ રોગ્પ્રતીકારાકતા એટલે અસલ સુક્ષ્મ જીવો ની શરીર માં પ્રવેશતા પહેલા જ આપણી  ઈમ્યુનીટી  ને ઓળખાણ કરાવી દેવી, જેવી રીતે કુખ્યાત ગુને...

બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી

Image
બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી  ગાયન: ડૉ નિકુંજ ભટ્ટ આભાર: શ્રી જગજીત સિંગ   

ચાલ સખી પાંદડી માં

Image
ચાલ સખી પાંદડી માં  ગાયન: ડૉ નિકુંજ ભટ્ટ રચના: ધ્રુવ ભટ્ટ સ્વરાંકન: ક્ષેમુ દિવેટિયા   

જીવન નો ઉત્સાહ

Image
જીવન નો ઉત્સાહ: ગાયક: ડૉ નિકુંજ ભટ્ટ આભાર: કિશોરકુમાર અને એ ઈર્શાદ   

હે ભોલેનાથ : ભજન

Image
 હે ભોલેનાથ : ભજન  રચના, સ્વરાંકન અને ગાયન : ડૉ નિકુંજ ભટ્ટ 

પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર

Image
પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર ભારત માનવ-સભ્યતાનું પારણું છે. જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ જ સભ્યતા અને સંસ્કૃતિના વાસ્તવિક પ્રેરક બળો સિધ્ધ થયા છે , જે આધારિત છે સતત નિરીક્ષણ , પરીક્ષણ , અસરો , તેના પરિણામો અને તેનો માનવજીવનના વિકાસ તથા પ્રગતિ માટે યોગ્ય વિનિયોગ- ઉપયોગ પર. ભારતીય મનીષીઓનો હજારો વર્ષો પ્રકૃતિ સાથે અંતરંગ સંબંધ રહ્યો છે.જેના કારણે પરંપરાગત ભારતીય વિજ્ઞાન પ્રકૃતિ સાથે એકરૂપ થઈ ને વિકાસ પામ્યુ. વાસ્તુ શબ્દ સંસ્કૃતની " વસ " ધાતુ પરથી આવ્યો છે . ‘ વસ ’ એટલે કે વસવું અને શાસ્ત્ર એટલે વિજ્ઞાન .  આમ વાસ્તુશાસ્ત્ર એટલે વસવાટનું વિજ્ઞાન .   અન્ય મત મુજબ “વાસ્તુ ”  શબ્દ વસ્તુ શબ્દ માંથી નિર્મિત થયેલો છે. વસ્તુ એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે . વસ્તુમાંથી ઉત્પન થયું તે વાસ્તુશાસ્ત્ર .                  સમગ્ર બ્રહ્માંડ પાંચ તત્વો દ્વારા રચાયેલું છે . આ પાંચ તત્વો છે અગ્નિ ,  પૃથ્વી , વાયુ , જળ અને આકાશ આપણું શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે . કોઈ પણ નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનો સમાવેશ થયેલો હોય છ...