Yes Man: હા જી હા

 

 A ‘Yes man’ is a dangerous man. He is a menace. He will go very far. He can become a minister, a secretary or a Field Marshall but he can never become a leader nor, ever be respected. He will be used by his superiors, disliked by his colleagues and despised by his subordinates. So discard the ‘Yes man’.


- Sam Manekshaw




અર્થાત :

'Yes man’ ખતરનાક માણસ છે. તે એક જોખમ છે. તે ખૂબ દૂર સુધી જશે. તે મંત્રી, સચિવ અથવા ફિલ્ડ માર્શલ બની શકે છે પરંતુ તે ક્યારેય નેતા[લીડર] બની શકતો નથી અને ક્યારેય તેનું સન્માન પણ થતુ નથી. તેનો ઉપયોગ તેના ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, પરંતુ તેના સાથીઓ અને તેના નિચેના અધિકારીઓ દ્વારા તિરસ્કાર કરવામાં આવશે. તેથી yes man' ને દુર કરો.

- સેમ માણેકશા

ઉપરની વાત ફિલ્ડ માર્શલ સેમ માણેકશા દ્વારા કહેવામા આવીજ્યારે તેમની અને આપણાં ભુતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી વચ્ચે ૧૯૭૧ ની લડાઈ ને લઈને જે ઉગ્ર ચર્ચા થઈ જેમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી એપ્રિલ ૧૯૭૧ માં ઈસ્ટ પાકિસ્તાન ની ઊભી થયેલી ગંભીર પરિસ્થિતી વચ્ચે પાકિસ્તાન ઉપર હુમલો કરવાની તરફેણ માં કેબિનેટ ની બેઠક માં માણેક શૉ ને આદેશ આપ્યો . પરંતુ વિષમ આબોહવા ને કારણે  દેશ હિત અને પોતાના સૈન્ય ના સંરક્ષણ માટે ઘસીને ના પાડી , પરંતુ એજ હુમલો તેમણે બરાબર આઠ મહિના પછી કર્યો અને પરિણામ આપ સૌ જાણો છો. શ્રીમતી ગાંધી પણ પ્રભાવિત થયા અને સમજાયુંસેમ માણેક દેશ ના હિત ની તરફેણ કરતાં હતા, નહીં કે વડાપ્રધાન ના આદેશનું આંધણુ અનુકરણ.

દરેક કાર્યાલય મા એક કે બે વ્યક્તિઓ એવા હશેજ જે તેના ઉપરી અધિકારી ની હા મા હા અને ના મા ના કહેશે, પછી તેનુ પરિણામ ફાયદા કારક હોય કે નુકસાન કારક !  અને આવા વ્યક્તિઓ સેમ માણેક્શા એ કહ્યુ તેમ નાની મોટી વાત નો ફાયદો પણ મેળવે છે. કારણ કે હાજી-હા અ‍ધીકારીઓ ને ગમતી પણ હોય છે.  આવા વ્યક્તીઓ દ્વરા તેમની વાત ને સમર્થન મળે છે. અને માનસીક રીતે એવુ અશ્વાસન મેળવે છે કે મારી વાત અને નિર્ણયો યોગ્યજ છે. દુર્ભાગ્ય વશ આ કર્મચારી ને વફદાર ગણવામાં આવે છે.  અ‍ધીકારીઓ દંભી પણ એટ્લાજ હોય છે. અને કહેતા ફરે કે મારા કર્મચારી મારી ભુલ બતાવે તો હું ખેલદીલી પુર્વક સ્વીકારી લઉ છુ. પણ હક્કીકત કૈંક જુદી જ હોય છે. મોટા ભાગ ના કિસ્સઓ મા સંસ્થાના વડાઓ, અ‍ધીકારીઓ આવા ખોટા સમર્થન ને કારણે સંસ્થાને  સમાજ માં નુકસાનનો અને નકારાત્મકતા નો સામનો કરવો પડે છે.  

તેનાથી ઉલટુ કેટલાક કર્મચારીઓ જે સંસ્થા ના હિત માં ઉપરી અધિકારી ની  ખોટી વાત ને  સમર્થન આપતા નથી, જેના પરિણામે મને-ક્મને તેમની વાત સાચી હોવાથી તેને માની લઇને જે કાર્ય કરવુ પડે તેનાથી સંસ્થાને આર્થિકઅને સામજિક ફાયદો પણ થાય છે. ઊપરાંત તેને કારણે સંસ્થાના વડા તરીકે સમાજ મા સન્માન પણ પામે છે. પરંતુ તે કર્મચારી તે અધિકારી ની “Good Book” માં સ્થાન પામતો નથી, કારણ કે તેનાથી અધિકારીઓએ ના અહંકાર ને ઠેસ પહોંચે છે, કારણ કે આટલો સારો વિચાર મને કેમ ના આવ્યો? તેવી લઘુતાગ્રંથિ નો અહેસાસ થાય છે. આવા કર્મચારીઓ જે હમેશા ઉપયોગી અને તમામ રીતે પાત્ર હોવા છતા પ્રથમિક્તા પામતા નથી. લાંબાગાળે બુદ્ધિશાળી અને કુશળ કર્મચારી ની કાર્ય કુશળતા મરી પરવારે છે,જેને કારણે સંસ્થા અને કર્મચારી પોતે નિરાશાજનક પરિસ્થિતી માં મુકાય છે.

આજે આપણે ઉપરની કક્ષા નું રાજકારણ જોઇયે કે તળિયાની કોઈ નાની સંસ્થા, તમામ જગ્યાએ વ્યક્તિવાદી વાતાવરણ માં અંગત ફાયદાકારક વ્યક્તિ ને હમેશા પ્રાથમિકતા મળે છે. પછી એ દેશ કે સંસ્થા માટે ઉપયોગી હોય કે નહોય. આવા કર્મચારી ને પૂછવામાં આવે કે, સંસ્થાના વિકાસ માં તમારો ફાળો કેટલો? તો તેનો જવાબ તેમની પાસે ના હોય. જેઓ તેમની પ્રોફાઇલ નું એક પાનું પણ લખી શકે તેમ ના હોય. છતાં પણ..................!!!!!

અંતે:     દુનિયાનો સૌથી બિન ઉપયોગી વ્યક્તિ કોણ?,  જે સંસ્થાને ઉપયોગી છે તે........

ડૉ નિકુંજ ભટ્ટ

9825293238

Profile. Dr. Nikunj Bhanuprasad Bhatt (abhivyaktygujarati.blogspot.com)

Comments

Popular posts from this blog

Profile. Dr. Nikunj Bhanuprasad Bhatt

An Evolutionary Perspective of Weakening of Y Chromosomes through Male Attitude to Females

ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ