mRNA વેક્સીન એટલે શું ?
mRNA વેક્સીન એટલે શું ?
હાલ ના સંજોગો માં આમ તો હવે તમામ લોકો લગભગ બધાજ પ્રકાર ની સારવાર કરી શકે તેમ છે, એટલું જ્ઞાન એક યા બીજા માધ્યમ થી પ્રસરી ગયું છે. અને હવે બધાને એટલી તો ખબર પડી ગયી છે કે, બને એટલી વધારે તકેદારી રાખવી, પછી હરી ઈચ્છા. અત્યારે તો માસ્ક, શારીરિક અંતર અને વેક્સીન છેલ્લો ઉપાય બધાના મન માં વસી ગયો છે.
વેક્સીન વિશે આમતો આપણે બધા જાણીએ જ છીએ અને ૧૯૮૦ પહેલા જન્મેલા ના ડાબા હાથ ઉપર બે અથવા એક મોટું ચકામું તો હશેજ. એ ચકામું એટલે શીતળા ની રસી. જો કે એ ચકામું એટલા માટે પડતું કે રસી આપવા માટે વપરાતી સોય ફ્રુટ ખાવા ના કાંટા જેવી હતી. પછી તો ધીમે ધીમે લગભગ તમામ વાયરસ અને બેક્ટેરિયા ની રસી શોધાતી ગઈ અને માનવ પોતાની કૃત્રિમ રોગપ્રતિકારક શક્તિ ને વિકસાવી આયુષ્ય અને શરીર બંનેને વધારતો ગયો. રોગપ્રતિકારકતા એટલે આપણા શરીર માં બનતા પાંચ જુદા જુદા પ્રકાર ના એન્ટીબોડીસ જેની મદદ વડે આપણા શ્વેતકોષો આવા વાયરસ કે બેક્ટેરિયા ને ગળી જઈ શકે. કૃત્રિમ રોગ્પ્રતીકારાકતા એટલે અસલ સુક્ષ્મ જીવો ની શરીર માં પ્રવેશતા પહેલા જ આપણી ઈમ્યુનીટી ને ઓળખાણ કરાવી દેવી, જેવી રીતે કુખ્યાત ગુનેગાર નો ફોટો દરેક પોલીસ સ્ટેશન માં હોય તેમ, પણ જો ગુનેગાર મેકઅપ દ્વારા પોતાની ઓળખ બદલી કાઢે તો પોલીસ ને થાપ આપી શકે. તેવી જ રીતે એવાજ વાયરસ ની વેક્સીન સફળ થાય જે પોતાનું સ્વરૂપ બદલતો ના હોય. કારણ કે આપણે જે વાયરસ નો ફોટો બતાવ્યો હોય તેજ વાયરસ ને આપણા એન્ટીબોડી ઓળખી શકે પરંતુ જે વાયરસ પ્રત્યેક અથવા થોડા રેપ્લીકેશન બાદ પોતાનું સ્વરૂપ બદલતો હોય તેના પર વેક્સીન ની અસર ધીમે ધીમે ઓછી થતી જાય. સ્વરૂપ એટલે વાયરસ ની ફરતે આવેલું સ્પાઈક પ્રોટીન, આ પ્રોટીન ની રચના માં જો ફેરફાર થાય તો તે તેના માટે બનેલા એન્ટીબોડી સાથે બોન્ડ ના બનાવી શકે અને વાયરસ રોગ ફેલાવી શકે. અને રસી અસફળ જાય. હવે આ રસી એટલેકે વેક્સીન ના પ્રકાર કેટલા?
નિષ્ક્રિય વાયરસ વેક્સીન : દશકાઓ જૂની આ ટેકનોલોજી એ વિશ્વ માં આરોગ્ય ક્ષેત્રે ડંકો વગાડ્યો અને લગભગ અસાધ્ય એવા વાયરલ રોગો માંથી મુક્તિ મેળવી મુત્યુદર માં જબરજસ્ત ઘટાડો કર્યો. આ ટેકનોલોજી માં વાયરસ ના જનીન ને નિષ્ક્રિય બનાવી શરીર માં બિલિયન થી પણ વધુ માત્રા માં દાખલ કરાય છે. જેથી આપણા T cells તેના પ્રોટીન પાર્ટ ને ઓળખી કાઢી B cells ની મદદ વડે અસંખ્ય એન્ટીબોડીસ બનાવે અને જયારે ખરેખરો વાયરસ શરીર માં આવે ત્યારે સમય બગડ્યા વિના આખી ફોજ લડવા માટે તૈયાર હોય. Covaxin આ પ્રકાર ની વેક્સીન છે.
એડેનોવાયરસ વેક્ટર વેક્સીન: આ પણ લગભગ ૩૦ વર્ષ થી સંશોધન હેઠળ હતી. Ebola વખતે
બનાવી હતી, પણ covid એ આખી પ્રક્રિયા ઝડપી બનાવી દીધી. જેમાં મુખ્ય ફાળો ચાઈનિઝ
વૈજ્ઞાનિક ઝેંગ યોન્ગ્ઝેન નો જેને પોતાના પ્રાણ ની પરવા કર્યા વિના covid નું genom
sequence પોર્ટલ ઉપર મૂકી દીધું. આ
ટેકનોલોજી માં સાર્સ વાયરસ નો સીધો ઉપયોગ કરવા માં નથી આવતો પરંતુ ચીમ્પાઝી ના મળ
માંથી મળતો એડેનોવાયરસ ને વેક્ટર તરીકે એટલે કે તેના ડુપ્લીકેટ તરીકે ઉપયોગ કરવા
માં આવે છે. AstraZeneca અને ભારત માં Covishield એ આ પ્રકાર ની વેક્સીન છે.
પ્રોટીન સબ યુનિટ વેક્સીન: આ પણ પ્રેક્ટીસ માં છે. tetanus, diptheria, whooping
cough વગેરે માટે આપ્રકાર ની વેક્સીન નો ઉપયોગ કરવા માં આવે છે. જેમાં વાયરસ ના
એવા ભાગ નો ઉપયોગ કરવા માં આવે છે જે કોષ સાથે જોડતો હોય. આથી આ વેક્સીન માં આખા
વાયરસ નો ઉપયોગ કરવા માં નથી આવતો. Novavax આ પ્રકાર ની વેક્સીન છે.
ન્યુક્લીક એસીડ વેક્સીન [mRNA] : સામાન્ય રીતે આપ્રકાર ની વેક્સીન DNA અને RNA ના
એવા ભાગ વાપરવા માં આવે છે જે ફક્ત પ્રોટીન સબ યુનિટ બનાવતા હોય. એટલે કે સ્પાઈક
પ્રોટીન જેને આપને કોરોના કહીએ છીએ તે. આ પ્રક્રિયા માં sars cov2 ના RNA માંથી
સ્પાઈક પ્રોટીન બનવતા RNA ના ભાગ ને છૂટો પાડવા માં આવે છે. અને તેને શરીર માં
દાખલ કરવામાં આવે છે. આ RNA શરીર માં જઈ ને રીવર્સ પ્રક્રિયા કરે છે. આ રીવર્સ
પ્રક્રિયા એટલે શું? ટેકનીકલી એને રીવર્સ transcription કહેવાય, સામાન્ય રીતે
DNA માંથી RNA બનતું હોય છે, જેને transcription કહેવાય. રીવર્સ transcription માં વાયરસ નું RNA કોષ માં જઈને તેનાથી ઊંધું DNA
બનાવે, જે DNA કોષ ના DNA માં ભળી જઈ ને એવું પ્રોટીન બનાવે જે વાયરસ ના કોરોના
એટલેકે સ્પાઈક પ્રોટીન જેવું હોય. આ પ્રોટીન હવે આપના શરીર ના T cells સાથે જોડાઈ
ને B cells ની મદદ વડે એન્ટીબોડીસ બનાવશે. અત્યાર સુધી પરની ઓ ની વેક્સીન આ રીતે
બનાવતા હતા. પરંતુ મનુષ્ય માં આનો અખતરો કરવાની છૂટ ના હતી, પરંતુ આ મહામારી માં એ
કારગત નીવડી. Pfizer, Moderna વગેરે આ
પ્રકાર ની વેક્સીન છે.
અંતે..........
યુવાની
માં રોગપ્રતિકારક શક્તિ ના વિકસી.......વિકસી તો પણ covid ના નિયમો નું પાલન કરો અને સત્વરે
વેક્સીન લો.........
ડૉ નિકુંજ ભટ્ટ
drnikunjbhatt@gmail.com
૯૮૨૫૨૯૩૨૩૮
Comments